24, સપ્ટેમ્બર 2020
મુંબઇ
કંગના રનૌતના પાલી હિલ્સવાળા ઓફિસમાં તોડફોડને લઈને એક્ટ્રેસ તરફથી ફાઈલ થયેલી યાચિકા પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ શકે છે. બુધવારે ભારે વરસાદને કારણે હાઇકોર્ટ બંધ થવાના લીધે આજે, 24 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન BMCના વકીલે જવાબ આપવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. કંગનાના વકીલ પ્રદીપ થોરાટ હતા. BMCએ બે દિવસનો સમય માગતા જસ્ટિસ કઠાવાલા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે કોઈનું ઘર તોડી નાખ્યું અને તમે આ તૂટેલી બિલ્ડિંગને વરસાદના સમયે આ રીતે રાખી શકો નહીં.
કોર્ટે એમ કહ્યું હતું કે આમ તો તમે બહુ ઝડપ બતાવો છો પરંતુ જ્યારે તમારા પર આક્ષેપો મૂકવામાં આવે અને જવાબ માગવામાં આવે ત્યારે તમે પાછા પડો છો. કોર્ટ હવે આવતીકાલ, 25 સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય જજે અરજી ઠીક ના હોવાની વાત પર નારાજગી પ્રગટ કરી હતી અને કંગનાના વકીલે માફી માગી હતી.
મંગળવારે સુનાવણી દરમ્યાન બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં એક્ટ્રેસની ઓફિસ પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપનારા અધિકારી ભાગ્યવંત લાતે અને શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પક્ષકાર બનાવવાની વાત કરી હતી. કંગનાએ સંજય રાઉતના ઉખાડી દીધુંવાળા સ્ટેટમેન્ટની સીડી હાઇકોર્ટમાં રજૂ કરી દીધી હતી ત્યારબાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.