નડિયાદ : હાલ વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહી છે ત્યારે તેનાંથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં આ બીમારીના કારણે ચેપ લાગવાથી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ધ્યાને રાખીને ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્થળોએ રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. મહુધા તાલુકા આરોગ્યન શાખાના અધિકારીની તબીબી ટીમ દ્વારા મહુધા તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર જી.આર.પ્રજાપતિની હાજરીમાં કચેરીના અંદાજે ૨૦થી વધુ કર્મચારીઓ/અધિકારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓનો ટેસ્ટ નેગેટિવ આવેલ છે. આ પ્રસંગે નાયબ મામલતદાર ભાર્ગવ ઠાકર તથા કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.