સી આર પાટીલને કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા
26, જુલાઈ 2020

મોરબી,તા.૨૫ 

કાૅંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા ધારાસભ્યોનો કાૅંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. આવો જ એક બનાવ મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે બન્યો છે. મેરજાએ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કાૅંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. જાેકે, કાૅંગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો કાૅંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. દરમિયાન તેમણે મોરબી કાૅંગ્રેસ છોડી અને ભાજપમાં જાેડાવાના કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કાૅન્ફરન્સમાં શબ્દોના ગુંચવાડા ઊભા કર્યા હતા. મેરજાએ ભાંગરો વાટતા સોશિયલ મીડિયા પર રમૂજ થઈ હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કાૅંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા. મેરજા કહ્યું હતું કે કાૅંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં કાૅંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે. તેમણે પ્રેસ કાૅન્ફરન્સમાં જણાવ્યું કે ‘ભાજપના નેજા હેઠળ કાૅંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’ આ ઉપરાંત મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આમ કાૅંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને કાૅંગ્રેસ એવી ગોખાયેલી છે કે બોલવામાં થોડી સમસ્યા સર્જાય છે. અગાઉ કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ ભાજપના ગૃહ મંત્રી અમિત શાહને અમિત ચાવડા ગણાવ્યા હતા. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution