ગાંધીનગર-

ભાજપના હાઈકમાન્ડે બિનગુજરાતી મહારાષ્ટ્ર સીઆર પાટીલે પ્રદેશનું સુકાન સોંપી ભાજપના નેતાઓને જ નહીં, રાજકીય જ્યોતિષને પણ ખોટા પાડી દીધા છે. સંગઠનનો અનુભવ ધરાવતા સી.આર.પાટીલ હવે પોતાની ટીમ બનાવવા સક્રિય બન્યા છે પ્રદેશ પ્રમુખનો પદ સંભાળ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે દિલ્હી પહોંચ્યા છે જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા બાદ આજે પહેલીવાર સાંસદ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રમુખ બન્યા બાદ આ તેમની પહેલી મુલાકાત હતી અને બંને નેતા PM હાઉસના ગાર્ડનમાં મળ્યા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ મુલાકાતના ફોટો સી.આર.પાટીલે તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.