આણંદ-

ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે.કોરોના સામે લડવા માટે તંત્ર લડી રહ્યું છે .કોરોનામાં ઓક્સિજની જરૂરિયાત હાલ વધુ છે. કોરોનાના દર્દીઓને પડતી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્ર અને હોસ્પિટલ બન્ને સાથે મળીને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ કોરોનાના દર્દીઓને સારવાર આપતી કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં આજે ઓક્સિજનની આવી રહેલી ટ્રક માટે હોસ્પિટલની વિશેષ માંગ પ્રમાણે ગ્રીન કોરિડોરની માંગણી તંત્ર પાસે કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આણંદ પોલીસે વાસદથી કરમસદ સુધીના માર્ગને આ ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર બનાવી છે. દર્દીઓ માટે જરૂરી ઓક્સિજનને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચવામાં મદદ પુરી પાડી હતી.

કરમસદ મેડિકલમાં ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને રાખી હોસ્પિટલ દ્વારા જિલ્લા પ્રશાસનને દહેજથી આવી રહેલી લિક્વિડ ઓક્સિજનની ટ્રકને કરમસદ હોસ્પિટલમાં પહોંચાડવા માટે જરૂરી મદદ મળી રહે તે માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે માંગ કરી હતી. જેમાં આણંદ પોલીસ, વાસદ પોલીસ, વિદ્યાનગર પોલીસ સાથે ડિવિઝનના પોલીસ જવાનોને પોલીસની ગાડીઓના કાફલાના એસકોટિંગ સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.