વડોદરા, તા.૩ 

સ્ટેટ મોનિટરીંગ સેલના પારસી અગીયારી મેદાનમાં દરોડા સમયે ઉતાવળે બુટલેગરનું નામ જાહેર કર્યા બાદ ભરવાયા હોવાથી ક્રાઇમબ્રાંચ સોમવાર રાત્રે ઝડપેલા દારૂના મોટા જથ્થામાં ૨૪ કલાક બાદ પણ બુટલેગરનુ નામ જાહેર કરી શકતી નથી. જેને લઇ અનેક સવાલો ઉભા થયા છે. વાઘોડિયા ચોકડી પાસેથી ઝડપાયેલા આ જથ્થામાં ક્રાઇમ બ્રાંચે ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડરથી મોટા પાયે દારૂનો જથ્થો રાજ્યામાં ઘુસાડવામાં આવે છે. તેવામાં વધુ એક વખત મહારાષ્ટ્ર પાસિંગ આઇસર ટેમ્પામાં વધુ માત્રામાં લવાતો દારૂનો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બેની ધરપકડ કરી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્‌ર્ની જોડતી સરહદ પરથી વિવિધ રીતે બુટેલગરો દ્વારા દારૂ-બીયરનો જથ્થો રાજ્યામાં લાવતા હોય છે. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓને માહિતી મળી કે, વઘોડીયા ચોકડી સર્વિસ રોડ ઉપરથી આઇસર ટેમ્પમાં વધુ માત્રમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે.ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને માહિતી મળતા જ તેઓ ટીમ સાથે વઘોડીયા ચોકડી સર્વિસ રોડ પર વોચમાં ગોઠવાઇ હતી. તેવામાં મહારાષ્ટ્ર પાસિંગ આઇસર ટેમ્પા આવતો જોવા મળ્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચે આઇસર ટેમ્પાને રોકી તપાસ કરતા રૂ. ૨.૨૦ લાખની કિંમતના બીયરના ૨૨૦૮ ટીન અને રૂ,૬૨,૭૦૦ની કિંમતની ૭૫૦ એમએલની ૧૩૨ બોટલો મળી આવી હતી. જેથી આઇસર ટેમ્પોમાં સવાર સ્વીપર સહિત ચાલકની ની પોલીસ પુઠપરછ કરતા તેઓએ પોતાનું નામ મારુતિ ગંગારામ બીરાદર અને શ્રીનિવાસ વસંત જાવીર (રહે,વસઇ,મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. પોલીસે રૂ. ૨.૮૩ લાખની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ અને આઇસર ટેમ્પો મળી કુલ રૂ,૧૦.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંનેની ઘરપકડ કરી હતી.