રાજપીપળા : નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવા મુદ્દે બે અગાઉ શાકવા અને કોલીવાડ (બોગજ)ના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી.રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા ફોરેસ્ટ અધિકારી મજૂરો સાથે આવ્યા હતા.દરમિયાન ૧૦૦ લોકોનું ટોળું વિરોધ કરવા ત્યાં આવી પહોંચ્યું હતું. 

ટોળા માંથી તોફાની તત્ત્વોને પકડી પોલીસ મથકમાં લવાઈ રહ્યા હતા, દરમિયાન ટોળાએ પોલીસ અને ફોરેસ્ટના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ ૩૩૪ વાળી રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ફુલસિંગ વાગડીયા વસાવા, અમરસિંગ જાતિયા વસાવા, નવજી અમરસિંગ વસાવા તથા નરેશ ગંભીર વસાવાએ (તમામ રહે.શાકવા ડેડીયાપાડા) ગેરકાયદેસર પ્રવેશ કરી ૨૮/૭૨૦૨૦ ના રોજ કપાસના ૨૪૦૦ રોપઓ ઉખેડી નાખ્યા હતા.એ જ જમીનમાં કપાસનું નવેસરથી વાવેતર કર્યું હતું એનું ૨/૯/૨૦૨૦ ના રોજ નેતરંગના મદદનિશ સંરક્ષક એ.ડી.ચૌધરી કોલીવાડ (બોગજ) ગામે ૩૦ મજૂરીની મદદથી ઉખેડવા ગયા હતા.દરમિયાન દિનેશ મોહન વસાવા, જીજ્ઞેશ મોહન વસાવા, રામસિંગ દાજીયા વસાવા, ફુલસિંગ મોતિયા વસાવા (તમામ રહે.શાકવા) તથા કોલીવાડ બોગજ ગામના છગન સોનજી વસાવા સહીત અન્ય ૧૦૦ લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું.સ્થિતિ બગડશે એવી ભીતિને પગલે ફોરેસ્ટ અધિકારીએ ડેડીયાપાડા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી.દરમિયાન ટોળાએ ફોરેસ્ટ અને પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. આ હુમલામાં પો.કો અલ્પેશ ચંદુભાઈ વસાવા તથા હરેન્દ્ર સુખદેવ વસાવાને ઇજા પહોંચી હતી અને પોલીસની ગાડી ય્ત્ન ૨૨ ય્છ ૦૧૮૭ ને નુકશાન થયું હતું.આ મામલે ડેડીયાપાડા પોલીસે ૩૦ થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.