દાહોદ

દાહોદ શહેરમાં કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લાવવામાં આવેલ નિયંત્રણોની મુદત પુરી થતા નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવી દેવામાં આવ્યા છે શહેરમાં સવારથી જ કરિયાણા તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલી જતા લોકોની ભીડ શરૂ થઈ જાય છે અને જાેતજાેતામાં ભીડ એટલી બધી વધી જાય છે કે ત્યાં સોશિયલ ડીશસ્ટન્સના ધજાગરા રોજે રો જે ઉડતા જાેવા મળી રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે દાહોદ શહેર સહિત જિલ્લામાં કેટલાય દિવસોના કોરોના ના કહેર બાદ કોરોના નું જાેર છેલ્લા ત્રણ-ચાર દિવસથી નબળું પડ્યું છે. જે તંત્ર તથા દાહોદ વાસીઓ માટે સારા સમાચાર છે દાહોદ શહેરમાં કોરોનાના કાળા કહેરના કારણે દર્દીઓની સંખ્યા વધી જતા હોસ્પિટલો ઊભરાઈ રહી છે હોસ્પિટલોમાં નહિવત બેડ ખાલી છે મરણ નો આંકડો પણ તેજ ગતિએ વધી રહ્યો છે. આવા સમયે સરકારી ગાઈડલાઈન તેમજ એસ.એમ.એસ ના નિયમનું પાલન કરવું અત્યંત જરૂરી હોવાનું સૌ કોઈ જાણતા હોવા છતાં દાહોદ વાસીઓ પોતાના શહેર પરત્વેની ફરજનું પાલન કરવામાં પાછા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સવાર પડતાં જ દાહોદ શહેરના પડાવ યસ માર્કેટ હનુમાન બજાર એમ.જી.રોડ કથીરિયા બજાર ભોઈવાડા જેવા વિસ્તારોમાં લોકોની બેદરકારીને કારણે સોશિયલ ડીશસ્ટન્સના ધજાગરા ઉડાડતા જાેવા મળી રહ્યા છે.