ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, પેટ્રોલ-ડીઝલમાં યથાવત
17, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

કાચા તેલના દુનિયામાં મોટા ગ્રાહક ચીનમાં પ્રોડક્શન પાટે નથી ચડી રહ્યુ. મૂળે, અહીં કોવિડ-૧૯ના ડેલ્ટા-વેરિયન્ટનો કહેર ફરથી ફેલાઇ રહ્યો છે. તેની અસર ઓઇલ માર્કેટ પર પડી છે. આ ઉપરાંત, દુનિયાના અન્ય દેશોમાં પણ કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિયન્ટના કારણે ગ્લોબલ ઓઇલ ડિમાન્ડમાં રિકવરી નથી થઈ રહી. તેથી સોમવારે બ્રેંટ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો જાેવા મળ્યો છે. જાે ભારતના પેટ્રોલ ડીઝલ બજાર પર નજર કરીએ તો અહીં છેલ્લા ૩૧ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દિલ્હીમાં મંગળવારે પણ ઈન્ડિયન ઓઇલના પંપ પર પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર પર ટકેલું રહ્યું. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ગત ૪ મેથી પેટ્રોલી કિંમતમાં ઘણો વધારો થયો છે. સમયાંતરે થયેલા ભાવ વધારાથી ૪૨ દિવસમાં જ પેટ્રોલ ૧૧.૫૨ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. જાેકે, હરદીપ સિંહ પુરીના પેટ્રોલિયમ મંત્રી બન્યા બાદ ગત ૧૮ જુલાઈથી તેના ભાવ સ્થિર છે. ડીઝલની વાત કરીએ તો ૪૧ દિવસના સમયગાળામાં પેટ્રોલના ભાવમાં પણ વધારો જાેવા મળ્યો, જાેકે તે પેટ્રોલની તુલનામાં થોડો ઓછો છે. ડીઝલના ભાવમાં ૪ મે બાદથી સમયાંતરે વધારો થતાં પ્રતિ લીટર તે ૯.૦૮ રૂપિયા સુધી મોંઘું થઈ ગયું. ત્યારબાદ ૧૬ જુલાઈથી તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution