હાલોલ

તાલુકા પંચાયતની ૨૩ બેઠકો અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટેની ચૂંટણીની મતગણતરી મંગળવારે હાલોલની એમ.એન્ડ વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે હાથ ધરાઇ હતી જેમાં જિલ્લા પંચાયતની તમામ ૫ બેઠકો પર ભાજપના ઉમેદવાર જીતી આ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો જ્યારે ૨૩ બેઠકોમાંથી ૨૨ બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને એકમાત્ર શિવરાજપુર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાની જીત નોંધાવી કોંગ્રેસ ની લાજ બચાવી હતી.હાલોલ તાલુકા પંચાયત ની ૨૪ તાલુકા પંચાયતની બેઠકો પૈકી હાલોલના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના હોમ ટાઉન કંજરી તાલુકા પંચાયત ની પ્રતિષ્ઠિત બેઠક કંજરી તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થઇ હતી જેમાં ભાજપના મહિલા ઉમેદવાર બીનહરિફ જાહેર થયા હતા જ્યારે તાલુકા પંચાયતની ૨૩ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ૨૩ ૨૩ જ્યારે આમ આદમી પાર્ટીના ૩ અને અપક્ષના ૬ ઉમેદવારો મળી કુલ ૫૫. ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જ્યારે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૫ ૫વઅને આમ આદમી પાર્ટીના ૧. ઉમેદવાર મળી કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ૫૫ તાલુકા પંચાયતના અને ૧૧ જિલ્લા પંચાયતના ઉમેદવારોના ભાવિનો ફેંસલો મંગળવારે હાલોલની એમ.એન્ડ વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જાહેર કરાયો હતો જેમાં તાલુકાના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત પ્રાંત અધિકારી,મામલતદાત ટી.ડી.ઓ સહિતના તાલુકાના અધિકારીઓ તેમજ હાલોલ તાલુકા તેમજ નગરના પોલીસના અધિકારીઓ સહિત પોલીસ જવાનોનાઅને પાવાગઢ પોલીસ અધિકારી અને પોલીસ જવાનો સહિત એસ.આર. પી.હોમગાર્ડના જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં શરૂઆતથી જ ભાજપે પોતાની વિજય કૂચ જારી રાખી કુલ તાલુકા પંચાયતની ૨૩ બેઠકોમાંથી ૨૨ બેઠકો પર પોતાનો ભગવો લહેરાવ્યો હતો જ્યારે એક માત્ર શિવરાજપુર તાલુકા પંચાયતની બેઠક કોંગ્રેસના ઉમેદવાર જીતી કોંગ્રેસના ખાતામાં એક બેઠક નોંધાવી કોંગ્રેસ ની લાજ બચાવી હતી

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂટણીમાં કોંગ્રેસના હાથમાંથી ભાજપે સત્તા છીનવી

છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને જિલ્લાની કુલ ૬ તાલુકા પંચાયતની ચૂંટણી તા ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાઈ હતી. જેમાં ૧૦૪૫ બુથ મથકો ઉપર મતદાન થયું હતું. જેની મત ગણતરી આજરોજ તા ૨/૩/૨૧ ના છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ૩૨ બેઠક અને જિલ્લાની ૬ તાલુકા પંચાયતની મત ગણતરી જિલ્લાના અલગ અલગ તાલુકાના ૬ કેન્દ્રો ઉપર રાખવામાં આવી હતી. જેમાં સવારના ૮ વાગ્યાથી મત ગણતરી કેન્દ્રો ઉપર ઉમેદવારો સમર્થકો અને જિલ્લાના રાજકીય પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અને દરેકમાં મોઢા ઉપર મતદાન પરિણામ જાણવા અર્થે ભારે ઉત્સુકતા જણાતી હતી. મત ગણતરી અર્થે જિલ્લા વહીવટી તંત્ર પણ કામગીરીમાં વ્યસ્ત બન્યું હતું. છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પોતાના વિસ્તારના ઉમેદવારોના પરિણામો જાણવા અર્થે ભારે તાપ હોવા છતાં પણ તડકામાં સ્થળ ઉપર હજાર કાર્યકરો અને ટેકેદારો ભારે ઉત્સાહિત જણાતા હતા. અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરોમાં આનંદ ફેલાયો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કુલ ૩૨ માંથી ૩૧ બેઠકોના પરિણામ હાલ સુધી જાહેર થયા હતા જેમાં ભાજપે ૨૭ બેઠકો કબજે કરી કોંગ્રેસને કારમી હાર આપી હતી. પાવીજેતપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગાભાઈ રાઠવા જેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા હોય તેઓ પણ હારી ગયા હતા. અને જેતપુર બેઠક ભાજપે આંચકી લીધી હતી. કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ યશપાલસિંહ ઠાકોર તાંદલજા બેઠક ઉપર હાર નો સામનો કરવો પડ્યો હતો. અગાઉના ૫ વર્ષ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું સાસન હોય જેથી પ્રજામાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે. અગાઉ ૫ વર્ષ કોંગ્રેસનું સાસન હતું જેથી આ વખતે પણ કોંગ્રેસ જીતશે પરંતુ હાલમાં ચિત્ર કંઈક અલગ જાેવા મળ્યું હતું. જિલ્લા પંચાયતની મોટા ભાગની સીટો ઉપર કોંગ્રેસનો ભગવો લેહરાયો હતો.

દાહોદનગર પાલિકામાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળતા સમર્થકોમાં ખુશીની લહેર

દાહોદ નગરપાલિકાની ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીની આજે દાહોદ ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે મતગણતરી યોજાઇ હતી દાહોદ નગરપાલિકા નવ વોર્ડની કુલ ૩૬ બેઠકો પૈકી એક બેઠક બિન હરીફ હોય કુલ ૩૫ બેઠકોની મતગણતરી યોજાઇ હતી. જેમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૩૧ બેઠકો અંકે કરી લેતા દાહોદ નગરપાલિકામાં ભાજપનો ભગવો પુનઃ લહેરાયો છે. ગત ચૂંટણી કરતા આ વખતે ભાજપે વધુ સારો દેખાવ કર્યો છે. આ વખતે અપક્ષો તેમજ ભાજપ-કોંગ્રેસને બાદ કરતાં અન્ય પાર્ટીઓ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી. દાહોદ પાલિકામાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળતા સમર્થકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. દાહોદ નગર પાલિકા નવ વોર્ડની ૩૬ બેઠકો માંથી ૩૧ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કર કબજે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ બેઠક મેળવી સંતોષ માનવો પડ્યો છે.

દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ભાજપના લખનભાઈ રાજગોર સુજાન કુમાર હિંમતસિંહ કિશોરી, માસુમા ગરબાડાવાલા તથા કોંગ્રેસના તસનીમ ખોજેમાભાઈ નલાવાળા વિજય રહ્યા છે. વોર્ડ નંબર (૨) માં ભાજપના ચારેય ઉમેદવારો વિજય રહ્યા છે જેમાં રાજેશ આસનદાસ શેહતાઈ, રંજનબેન કિશોરકુમાર રાજહંસ, કપૂર ફાતેમા સબીરભાઈ તથા બબેરિયા હિમાંશુ રમેશચંદ્ર વોર્ડ નંબર (૩)માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા રહ્યા હતા.

ઝાલોદમાં જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રમુખની પત્ની અને આઈપીએસની પુત્રી વિજેતા

ઝાલોદ તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં ૩૮ બેઠકો માંથી ભાજપ અને કોંગ્રેસની ૧૮-૧૮ બેઠક આવી હતી.જયારે અપક્ષના ફાળે બે ગઈ હતી.આ વખતે ભાજપની ૨૬ અને કોંગ્રેસ ૧૦ ,૨ અપક્ષને બેઠક મળી હતી.ત્યારે જિલ્લા પંચાયતની ૯ બેઠક માંથી ભાજપને ૭ અને કોંગ્રેસને ૨ બેઠક ફાળે આવી હતી.જિલ્લા પંચાયતમાં ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ડામોર ની પત્ની અને ભાજપના અગ્રણી તથા નિવૃત ૈંઁજી બી.ડી વાઘેલાની પુત્રી વિજેતા બની હતી. જયારે ધારાસભ્ય ભાવેશ કટારાના કાકાની પણ જિલ્લા પંચાયત પદે વિજેતા બન્યા હતા.પાલિકાના વોર્ડ ન.૬માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની હાર થઇ હતી.અને અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી.ગત ચૂંટણી કરતા ઝાલોદ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી સાથે ૨૬ બેઠકો આવતા પુનઃ ભગવો લહેરાયો હતો. ઝાલોદ તાલુકામાં જિલ્લા-તાલુકા પંચાયતમાં કુલ બેઠક ૯ ભાજપ ઃ- ૭ કોંગ્રેસઃ- ૨ અપક્ષ ઃ-૦૦ તાલુકા પંચાયત -૩૮ ભાજપ - ૨૬ કોંગ્રેસઃ- ૧૦ અપક્ષ - ૨નો સમાવેશ થાય છે.

જાંબુઘોડા તાલુકામાં જિલ્લા પંચા.એક અને તા. પંચા.ની તમામ ૧૬ બેઠકો ઉપર ભાજપનો વિજય

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આજરોજ જાહેર થયેલા પરિણામોમાં એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવતા જાંબુઘોડા તાલુકો સંપુર્ણ કોંગ્રેસ મુક્ત બનીને જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતની તમામ બેઠકોમાં ભાજપના ભવ્ય વિજય સાથે કેસૂડાની આ મોૈસમમા જાંબુઘોડા તાલુકામાં કેસરીયા લહેર પ્રસરી જવા પામી હોવાના આ ઐતિહાસીક વિજય સાથે જાંબુઘોડા તાલુકાના ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

પંચમહાલ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કેતુબેન દેસાઈ અને જિલ્લા ભાજપ મહામંત્રી મયંક દેસાઈ ઉર્ફે લાલાભાઈના હોમ ટાઉન કાર્યક્ષેત્ર એવા જાંબુઘોડા તાલુકામા ભગવા લહેર જેવા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપના જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રમીલાબેન ભારતભાઈનો ૯૭પ૧ મતોથી વિજય થયો હતો.

જ્યારે જાંબુઘોડા તાલુકા પંચાયતની તમામ ૧૬ બેઠકો ઉપર પણ ભાજપના ઉમેદવારના વિજય સાથે મતદારોએ કોંગ્રેસ મુક્ત જાંબુઘોડા તાલુકાનો અહમ ચુકાદો આપીને કોંગ્રેસના ગઢને સંપુર્ણ ધરાશાયી કરી દીધો હતો. એમાં સોૈથી ચોકાવનારી બાબત તો એ છે કે ગુજરાત સરકારના માજી મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ કહેવાતા ઉદેસીંહ બારીઆના માદરે વતન ડુમા બેઠકમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો.