કોરોના સામે લડી રહેલ અમેરિકાની 250 હોસ્પિટલો પર સાયબર હુમલો
30, સપ્ટેમ્બર 2020

વોશ્ગિટંન-

અમેરિકામાં આજે એક પ્રમુખ હોસ્પિટલ ચેઇનના તમામ હોસ્પિટલોની કોમ્પ્યુટર સિસ્ટમ સાયબર અટેકને કારણે ઠપ થઇ ગઇ હતી. કંપનીએ આ સમસ્યાને ટેકનોલોજીની સાથે જાેડાયેલી સુરક્ષા સમસ્યા ગણાવી હતી. આ દરમિયાન તમામ ડોક્ટરો અને નર્સોને ઓનલાઇનને બદલે દરેક જગ્યાએ કાગળ અને પેનનો ઉપયોગ કરવો પડયો હતો. યુનિવર્સલ હેલ્થ સર્વિસિસના અમેરિકામાં 250 થી વધુ હોસ્પિટલો અને ક્લિનિકલ સેવાઓ છે.

તેણે પોતાની વેબસાઇટ પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં તેનું નેટવર્ક ઓફલાઇન હોવાથી ડોક્ટર અને નર્સ કાગળ અને પેનનો ઉપયોગ કરી દર્દીઓને રેકોર્ડ રાખી રહ્યાં છે. ફોચ્ર્યુન 500 કંપનીઓમાં સામેલ અને 90,000 કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોઇ પણ દર્દીની માહિતીની કોપી કે દુરુપયોગ કરવામાં આવ્યો નથી.

આ દરમિયાન અમેરિકન હોસ્પિટલ એસોસિએશનના વરિષ્ઠ સાયબર સુરક્ષા સલાહકાર જાેન રિગ્ગીએ આ સાયબર અટેકને શંકાસ્પદ રેનસમવેયર હુમલો ગણાવ્યોહતો. તેમણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં સાયબર અપરાધીઓ સ્વાસ્થ્ય સંસ્થાઓના નેટવર્કને ઝડપથી નિશાન બનાવી રહ્યાં છે. રેનસમવેયર એક પ્રકારનું સોફ્ટવેર છે જેના દ્વારા હેકર ડેટાની ચોરી કરે છે અને પરત આપવા માટે નાણાંની માગ કરે છે. એક સાયબર સુરક્ષા કંપનીના અંદાજ મુજબ ગયા વર્ષે અમેરિકામાં 764 સ્વાસ્થ્ય સેવા પ્રદાતા રેનસમવેયરનો શિકાર બન્યા હતાં.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution