જામનગર, સંધારણીય વિકાસ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જામનગરના ૧૦ સાયકલવિરો તારાપુર ચોકડીથી - ઈન્દોર સુધીની ૪૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાએ જવા રવાના થયા હતા. આજ સાંજથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા હાલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી હોવાનું સાયકલીસ્ટોએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

સંધારણીય વિકાસ અને સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય ઉદ્દેશ અને શારીરિક ફિટનેશના સંદેશ સાથે જામનગરથી વાહન મારફતે તારાપુર ખાતે આવેલ મણીલક્ષ્મી તીર્થ પહોંચ્યા બાદ ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના સાયકલવિરોએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તારાપુરથી ઈન્દોર સુધીની ૪૦૦ કિ.મી.ની સાયક્લ યાત્રાનું આયોજન કરાયું છે. જે યાત્રા હાલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી છે. જેમાં ૬૩ વર્ષ સુધીની ઉંમરના સભ્યોએ જાેડાય શારીરિક ફિટનેશનો સંદેશો પાઠવ્યો છે.

જેમાં જામનગરના જયેન્દ્રભાઈ ગુસાણી, હેમંતભાઈ પાઠક, અરૂણભાઈ મુન્જાલ, હરેશભાઈ ઠકરાર, બાલકૃષ્ણભાઈ બગડાઈ, વિનોદભાઈ બથીયા, પ્રદિપભાઈ કટેશિયા, તરુણભાઈ ગુસાણી, ચંદ્રેશભાઈ શેઠ, રાહુલભાઈ ગણાત્રા અને અમિત મહેતા જાેડાયા છે. તારાપુર ચોકડીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા વડતાલ, ધાર થઈ ઉજૈન અને ત્યાર બાદ ઈન્દોર પહોંચશે. ઉલ્લેખનિય છે કે શરીરિક ફિટનેસ અને સ્વચ્છતાના સામાજિક સંદેશ સાથે સતત બીજા વર્ષે ‘એન્વાઈરો રાઇડર્સ’ ગ્રુપના આ સભ્યો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. ગત વર્ષે જામનગરથી નાથદ્વારા સુધી ૬૨૦ કિલોમીટરની સાયકલ યાત્રા યોજવામાં આવી હોવાનું સાયલકવિરોએ જણાવ્યું હતું.