દાહોદ: BSF જવાન બિહારના રોડ અકસ્માતમાં શહીદ, ગાર્ડ ઑફ ઓનર આપી કરાશે અંતિમ સંસ્કાર
04, નવેમ્બર 2020

અમદાવાદ-

દાહોદનાં બીએસએફ જવાનનું બિહારમાં એક રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે. બિહારમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવવા ગયેલા દાહોદનાં જવાન રમેશભાઇ કિશોરની ત્યાં પોસ્ટિંગ કરવામાં આવી હતી. આ જવાનનાં આક્સમિત મૃત્યુનાં કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. બિહાર ચૂંટણી દરમિયાન થયેલા એક રોડ અકસ્માતમાં ગુજરાતના BSF જવાન રમેશભાઈ કિશોરીનું નિધન થયું છે. હવે તેમના નશ્વરદેહને ઝાલોદના નાની સીમળખેડી લવાયો છે. આ જવાનને પુરા સન્માન સાથે ગાર્ડ ઑફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દાહોદના ઝાલોદમાં નાની સીમળખેડી ગામના BSF જવાન રમેશભાઈ કિશોરીનુ અકસ્માતમાં મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માતમા બી.એસ.એફ જવાનનુ મોત થતા તેમની અંતિમ ક્રિયા માટે તેમના વતન લવાયા છે. ઝાલોદ તાલુકાના નાની સીમળખેડી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution