દાહોદ પોલીસની રહેમ નજર ઘેટા બકરાની જેમ મુસાફરો ભરી દોડતા વાહનો સામે કૂણુ વલણ
14, માર્ચ 2021

દાહોદ, દાહોદમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોના ની રસી આપવાનું કામ પણ પુરજાેશમાં ચાલી રહ્યું છે તેમજ તંત્ર દ્વારા માસ્ક અને સેનેટ રાઈઝર નો અચૂક ઉપયોગ કરવા પર તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેવા સમયે દાહોદ શહેરમાં ક્ષમતા કરતા ચાર ગણા અને ઘેટા બકરાની જેમ ખીચોખીચ પેસેન્જરો ભરેલ વાહનો પોલીસની હાજરીમાં દાહોદના રાજમાર્ગોપર બેખોફ અને બેરોકટોક દોડી કોરોના સંક્રમણ નો તેમજ માર્ગ અકસ્માતનો ખતરો વધારતા જાેવા મળી રહ્યા છે ત્યારે સમય સુચકતા આવા બેરોકટોક દોડતા વાહનો ઉપર સંલગ્ન તંત્ર દ્વારા તાકીદે લગામ કસવા માં આવે તેવી સમયની માંગ છે દાહોદ શહેરમાં ફોરવીલ વાહનોમાં તેમજ વાહન ના છાપરા પર તથા બોનેટ પર પેસેન્જરો બેસાડી રોડ પર બેરોકટોક દોડતા વાહનો રોજે-રોજ જાેવા મળી રહ્યા છે આવા વાહનો અંગે પોલીસ તંત્ર પણ અજાણ નથી કોઈને કોઈ કારણસર પોલીસ તંત્ર દ્વારા પણ આ વાહનોના મુદ્દે આપ આડા કાન કરવામાં આવી રહ્યા છે હાલ દાહોદ શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખોદકામ કરાયા બાદ તકલાદી પૂરણકામ ના લીધે તે રસ્તાઓ ઉબડ ખાબડ બની ગયા છે તેવા ઉબડખાબડ માર્ગો પર આવા ખીચોખીચ પેસેન્જરો ભરીને દોડતાં વાહનો અકસ્માતનો પણ ખતરો વધારી રહ્યા છે કોરોના સંક્રમણ એને લઈને માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે જ્યારે આવા ચાર ગણા પેસેન્જર ભરી દોડતાં વાહનોમાં બેઠેલ પેસેન્જરો માંથી ભાગ્યે જ કોઈ માસ્ક પહેરેલ હશે આવા વાહનો પણ કોરોના નું સંક્રમણ વધારવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે તે કહેવું ખોટું નથી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution