ભુજ કચ્છમાં પણ અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણ હેઠળ સક્રિય બનેલી મોન્સૂન સિસ્ટમના કારણે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે દિવસભર છુટાછવાયા વરસાદ બાદ મોડીરાતથી આજ સવાર સુધીમાં જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં ૨ થી ૫ ઇંચ વરસાદ પડી ગયો છે. તો ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સાવધ બની ગયું છે. ભાદરવામાં વરસેલા વરસાદથી અનેક તળાવો છલકાઈ રહ્યા છે. તો નાના મોટા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. જ્યારે વાડીમાં વિવિધ પાકમાં નુકસાની થઈ રહ્યાનું સામે આવ્યું છે. ભુજના હ્રદયસમા હમીરસરમાં ગત રાત્રે પડેલા વરસાદ બાદ ફરી પાણીની આવક શરૂ થતાં શહેરના મોટા બંધ પાસે પાણીની આવક જાેવા લોકો પહોંચ્યા હતા.તો માંડવી શહેરનું ઐતિહાસિક ટોપણસર તળાવ વરસાદના પગલે આજે સવારે છલકાઈ જવા પામ્યું છે. ભારે વરસાદના પાગલે જિલ્લાના ડેમ ઓવરફ્લોઅબડાસા તાલુકામાં આવેલો ૧૩૧ લેવલ ધરાવતો ઊંચો કંકાવટી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે, ઓવરફ્લો થતા પાણી છોડવા પૂર્વે તંત્ર દ્વારા નદી પટનો ઉપીયોગ કરતા આસપાસના ગ્રામજજાેને સાવધ કરતી સૂચના જાહેર કરવામાં આવી છે. નખત્રાણા તાલુકાના રામપર રોહા પાસેનો ખોયું ડેમ પણ વરસાદના પગલે છલકાઈ ગયો છે જેના કારણે આસપાસના ગામના લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ હોવાનું લખનભાઈ દેસાઈએ કહ્યું હતું, સતત બીજા વર્ષે આ ડેમ ઓવરફ્લો થયો છે.અબડાસા તાલુકાના તેરા ગામનું વિશાળ તળાવ પણ આજે છલકાઈ જવા પામ્યું છે. છલકાઈને જાેશભેર વહેતી જળરાશીને જાેવા જણ માણસ ઉમટી પડ્યા હતા. કચ્છમાં હાલ પડી રહેલા વરસાદ દરમિયાન હજુ વધુ વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે, આ પહેલા બીજા રાઉન્ડમાં વરસાદ મોડો થવાથી ૭૦ ટકા પાક નિષ્ફળ ગયો છે, બાકી ૨૫ થી ૩૦ ટકા પાક બચ્યો છે તે પણ હવે વરસાદ પડવાથી નિષ્ફળ જઇ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવી પડી રહી છે. કપાસના પાકમાં રૂ બહાર આવી ગયું છે. એરંડા , મગફળી સહિતના પાક પડી રહેલા વરસાદમાં બગડી રહ્યા છે.