ભરૂચની મહંમદપુરા એપીએમસીમાં ભીષણ આગથી લાખો રૂપિયાનું નુકસાન
17, ઓગ્સ્ટ 2020

ભરૂચ, તા.૧૬ 

ભરૂચ મહંમદપુરા એપીએમસી ખાતે અચાનક ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ એકલી વિકરાળ હતી કે તેમાં પંદરથી વધુ દુકાનોનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. એપીએમસી રહેણાક વિસ્તારોની વચ્ચે હોઈ આગ ના બનાવના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચના મંહમદપુરા એપીએમસી ખાતે એક દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક સાથે ૧૫ જેટલી દુકાનોમાં આગ પ્રસરી જતા આગમાં શાકભાજી અને ફળ ફ્રૂટ બળીને ખાખ થઇ ગયા હતા. જેના પગલે વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. એપીએમસી બપોર બાદ બંધ હોય છે. આ સમય દરમ્યાન આગ લાગી હોવાથી કોઈ જાન હાનિ થઈ ન હતી. એપીએમસીમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution