ડાંગ-

વિધાનસભા ની 173 બેઠક માટે 2020માં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવારની જંગી બહુમતી સાથે લીડ થઈ હતી. જ્યારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારની કારમી હાર થઈ હતી. કોંગ્રેસ નાં ગઢ ગણાતાં ડાંગ જિલ્લામાં કેસરિયો લહેરાતા અમુક કોંગી આગેવાનોને પોતાનું રાજકીય ભવિષ્ય અંધકારમાં જણાતા ડાંગ કોંગ્રેસ નાં 8 આગેવાનો એ કેસરિયો ધારણ કરી લીધો હતો.

ગણપત વસાવાની ઉપસ્થિતમાં આગેવાનો ભાજપ સાથે જોડાયા હતી. ગત ડિસેમ્બર મહિનામાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના મુખ્ય 8 આગેવાનો એ કેસરિયો ધારણ કરી લીધો હતો. કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતમાં માજી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ચંદર ગાવીત, સુબિર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ તેમજ અન્ય 6 આગેવાનોનો ભાજપમાં જોડાઈ જતાં જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો હતો. 

ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા બાગી સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી. કોંગ્રેસના 8 સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આ સભ્યોને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. જેને ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી 8 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.