ડાંગ: નાગરિકો માટે CM વિજય રૂપાણીના હસ્તે વિકાશ કાર્યોનું આટલા કરોડના ખર્ચે ખાતમુહૂર્ત
04, જાન્યુઆરી 2021

ડાંગ-

ડાંગ જિલ્લાના આહવા નજીક લશ્કર્યા ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની જુદી જુદી પાંચ યોજનાઓના ખાતમુહુર્ત સાથે ડાંગ જિલ્લામા નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનીગ સેન્ટર, અને સહકાર ભવન ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને પેટા આરોગ્ય કેન્દ્રોનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા દ્વારા રૂ.૪૬.૯૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ચેકડેમો જેનાથી ડાંગ જિલ્લાના ૧૨૨ ગામો માં વસતા અંદાજીત ૫૧,૦૫૫ લોકોને માટે પીવાના પાણીની કાયમી સુવિધા ઊભી થશે.

ડાંગ જિલ્લા અને આજુબાજુ વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત (લોહી) ની સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી ૧.૫૦ કરોડના ખર્ચે બ્લડ સેન્ટર શરૂ કરવા આવેલ બ્લડ સેન્ટર ને લોકોને અર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પહેલા ડિલિવરી કે અકસ્માત જેવા કેસોમા લોહીની ખાસ જરૂરીયાત રહેતી હોય, તેવા સમયે લોહી લેવા માટે દોઢસો કિલોમીટર જેટલું અંતર કાપી વલસાડ, ચીખલી, બીલીમોરા જેવા સ્થળોએ જવું પડતું. આ બ્લડ સેન્ટર શરૂ થવાથી લોકોની પડતી આ મુશ્કેલીઓ દુર થશે. 

રાજ્યમાં કોરોના વેકશીન મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાતા નિવેદન મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતું કોંગ્રેસ તરફથી સર્જીકલ સ્ટ્રાઈક વખતે પણ આવા નિવેદનો કરતા હતા, આ દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત છે ત્યારે આવા નિવેદન કરી કોંગ્રેસ પોતાની છાપ પ્રજા સમક્ષ મૂકી છે, સાથે ભુ માફિયાને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈને પણ મુખ્યમંત્રી એ જવાબ આપતા કહ્યું હતુંકે ભુ-માફિયાઓ માટે કડક કાયદાની વ્યાપક અસર છે, આ અંગે દરેક જિલ્લામાં કલકેટરે કામ શરૂ કરી દીધું છે. કોઈ પણ લુખ્ખા ઓ કોઈની જમીન સંપત્તિ પડાવી ન લે એ માટે લોકોની સમાલતી માટે કાયદો છે. 

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં અહીંયા પીવાના પાણીની તકલીફ વધુ હોય નવી પાણી પુરવઠા યોજના ડાંગ ની પ્રજા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે, સાથે નવા રક્ત સેન્ટર ને લઈને લોહીની અછત ને કારણે થતા માતા મૃત્યુદરમાં પણ ઘટાડો થશે એ પણ મોટી સુવિધા સાબિત થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution