માંડવી, માંડવી ધોબડીનાકા સર્કલ પાર્કિંગ ઝોન સમાન. અવાર નવાર નાના મોટા વાહનો પાર્ક કરતા હરહંમેશ અકસ્માત થવાનો સર્જાય રહેલો ભય. સર્કલનો ઉપયોગ ટ્રાફિક કે અકસ્માતની સમસ્યા દૂર કરવાને બદલે વાહનો પાર્ક કરવા થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડે છે.સર્કલ સ્ટેટ હાઇવે પર આવેલ હોવાથી ત્યાં ૨૪ કલાક વાહનોની અવર જવર સતત ચાલુ જ રહે છે. તદુપરાંત ત્યાં ૩ મુખ્ય માર્ગો અને ૩ નગર સાથે જાેડાતા નાના માર્ગો જાેડાતા હોવાથી દરેક દિશામાંથી વાહનો આવતા હોય છે. તેથી ત્યાં અકસ્માત કે ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તે સર્કલનો ઉપયોગ નાના મોટા વાહનો તેમજ વધુ તો ટ્રકો પાર્ક કરવા થાય છે. આ સ્થળ પર બધી દિશાઓમાંથી વાહન આવતા હોય અને સર્કલ પર ટ્રકો પાર્ક કરેલી હોવાથી અકસ્માત થવાની સંભાવનાઓ ખૂબ વધી રહી છે. જાે વાહન ચાલકો દ્વારા આ સર્કલનો ફરજીયાતપણે ઉપયોગ કરવામાં આવે તો અકસ્માતોને તેમજ ઉભી થતી ટ્રાફિક સમસ્યાને ટાળી શકાય છે.