નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ પર અરેઠીના પાટીયા પાસે ખાડાથી અકસ્માતનો ભય
16, મે 2021

ભરૂચ, પૂર્વ પટ્ટીના મુખ્ય માર્ગ એવા નેત્રંગ-ડેડીયાપાડાને જાેડતા નેશનલ હાઇવે પર અરેઠી ગામના પાટીયા પાસે પડેલા ઉડા ગામડાઓને લઇને વાહનચાલકો હેરાનપરેશાન ૧૩ મે ને ગુરુવારના રોજ એક અજાણ્યા ટક ચાલકે ખાડાને લઇને સટેરીગ પરનો કાબુ ગુમાવી દેતા ટક હાઈવે અડીને આવેલા ધરો પાસે ઘુસી જવા પામી હતી સદનસીબે કોઇ જાન હાની થવા પામી નથી. ખાડાને લઇને ગામ લોકો પણ તોબા પોકરી ઉઠીયા છે.

બીજી તરફ ભરૂચ નેશનલ હાઇવે વિભાગ કોરોના સંકમિત થયો હોય તેવું પ્રજા મા ચઁચાઇ રહયુ છે, જેને લઇને જ ખાડા રીપેરીંગની કામગીરી કરવામાં નથી આવતી કે પછી ખાડાને લઇને કોઇક મોતના સમાચારની રાહ તંત્ર જાેઇને બેઠું હોય તેમ પ્રજામા ચચાઁઇ રહયું છે.નેત્રંગથી ડેડીયાપાડા સાગબારા થઇને મહારાષ્ટ્રને જાેડતા રોડનુ છેલ્લા ચાર પાંચ વષઁથી નામ બદલીને નેશનલ હાઈવે વિભાગને સોંપવામાં આવ્યો છે. નેશનલ હાઇવે વિભાગે તેનો હવાલો હાથમાં લીધા પછી રોડ રીપેરીંગથી લઇને નવીનીકરણ ની કામગીરી આશરે બે ત્રણ વાર કરવામાં આવી હશે. પરંતુ ભારેખમ ગોબાચારીને કારણે જુજ સમય મા રોડ બેહાલ થઇ પડે છે, થોડી સમય મયાઁદામાં રોડ પર ખાડા ઓ પડવાના શરૂ થઇ જાઇ છે, જે ખાડાઓ જીવલેણ બની જતા હોવાછતાં તંત્ર ના અધિકારીઓને પોતાને સોપવામાં આવેલ રોડ સાઇડ પર ફરકતા નથી, જેને લઇને લોકોને સહન કરવાનો વારો આવે છે, જેમા નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ અરેઠી ગામ ના પાટીયા પાસે બે ત્રણ ફટ ઉડા ખાડાઓ પડી ગયા છે, જેને લઇને આ રોડ પર આવતા જતા અજાણ્યા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. ૧૩ મે ને ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં તરફથી આવી રહેલ એક ટક ચાલક આ ખાડાઓ થી અજાણ હોવાના કારણે સ્પીડ આવતા ટક ઓચિંતી ખાડામાં પડતા ચાલકે કાબુ ગુમાવી દેતા ટક નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ મકાન નો પાસે ધુસી ગઇ હતી, સદનસીબે કોઇ જાન હાની થવા પામી ન હતી, અહિયા થી પસાર થતા ટુવહીલ ચાલકો પણ વારંવાર આ ખાડામાં પડવાના બનાવો બની રહ્યા છે, રાત્રિના સમયે વધુ લોકો આ ખાડા ઓનો ભોગ બની રહયા છે. તેવા સંજાેગોમાં ભરૂચ નેશનલહાઇવે વિભાગ ના જવાબદાર અધિકારીઓ ખાડા પુરાવાની પોતાની નૈતિક ફરજ બજાવશે કે પછી કોઇકના મોતના સમાચારની રાહ જાેયા પછી કામગીરી કરશે તે જાેવું રહ્યું

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution