29, સપ્ટેમ્બર 2021
અમદાવાદ-
ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર "શાહીન" વાવાઝોડુ ટોળાઈ રહ્યું છે, અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં બીજુ તોફાની વાવાઝોડુ "શાહીન" ઉમટી રહ્યું છે, જેના કારણે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે, જેના કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ઈન્દિરાનગરમાં પુષ્કળ પાણી ભરાયા છે તો શહેરના ફૂરજા ચાર રસ્તા પાસે રસ્તા પરથી નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના લીધે લોકોના ઘરો તથા દુકાનોમાં પાણી ઘૂસી જવાની ચિંતામાં પણ વધારો થયો છે. ગુજરાતના દરેક જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે, ભારે વરસાદના કારણે ધણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે, વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે,