ખેડા-

વડતાલ સ્વામીનારાયણ મંદિરના સાધુ પર તેમના જ શિષ્યએ સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યનો આરોપ લગાવ્યો છે. વડતાલ મંદિરના સંત અને કરજણ પાસેના કંડારી મંદિરના સ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી કોઠારી સ્વામીએ 30 કરતા વધુ લોકો સાથે આવું કૃત્ય કર્યું હોવાના આરોપ લાગ્યાં છે.

કરજણ પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ એક શિષ્યએ જણાવ્યું છે કે વર્ષ 2013થી 2019 સુધીમાં કોઠારી સ્વામીએ 6 વર્ષ સુધી તેની વિરૂદ્ધ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે. અને તેને ધમકી પણ આપી હતી કે જો તે કોઇની સામે આ વાત કરશે તો તેની હત્યા કરી દેવામાં આવશે પરંતુ યુવાન શિષ્યએ ડર્યાં વગર આ ફરિયાદ કરી દીધી છે. 

આ ઘટના સામે આવ્યાં પછી આખા સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોમાં સ્વામી સામે રોષ વ્યાપી ગયો છે. કારણ કે સંપ્રદાયના અનેક મંદિરોમાં આવી ઘટનાઓ બની રહી છે, હાલમા જ ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં મહિલાઓએ સ્વામી સામે સનસનીખેજ આરોપ લગાવ્યાં છે, સ્વામીએ મહિલાના શૌચક્રિયાના વીડિયો વાઇરલ કર્યાંની ફરિયાદ પણ થઇ છે. અને હવે વડતાલમાં આ ઘટના સામે આવી છે.