વડોદરા- 

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા કોચ ડેવ વોટમોર આગામી ઘરેલુ સિઝન માટે મુખ્ય કોચ તરીકે બરોડા ટીમમાં જોડાયા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના સચિવ અજિત લેલે શુક્રવારે પીટીઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી. લેલે કહ્યું તે (વોટમોર) મુખ્ય કોચ તરીકે ટીમમાં જોડાયો છે અને તે અન્ય વય જૂથના કોચને પણ માર્ગદર્શન આપશે." "

વોટમોર (૬૭ વર્ષ) ને ટોચના સ્તરના ક્રિકેટમાં વર્ષોનો અનુભવ છે અને ૧૯૯૬ ના વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમના કોચ હતા. આ પછી તેણે વિવિધ ટીમો અને કેરળ જેવી ભારતીય ડોમેસ્ટિક સર્કિટને પણ કોચિંગ આપ્યું. તે અગાઉ નેપાળના કોચ હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૨૧-૨૨ સીઝન માટે પહેલાથી જ ડોમેસ્ટિક શેડ્યૂલ જાહેર કરી દીધું છે અને આ વખતે રણજી ટ્રોફી પણ રમાશે જે કોવિડ-૧૯ રોગચાળાને કારણે ગત સિઝનમાં રદ કરવામાં આવી હતી.