પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના માછીમારનું મોત
18, જાન્યુઆરી 2022

ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના માછીમારનું પાકિસ્તાન જેલમાં શંકાસ્પદ મૃત્યુ નીપજ્યાના સમાચાર અત્રે આવતા તેના પરિવાર સહિત માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક માછીમાર એક વર્ષથી પાકિસ્તાન જેલમાં બંદીવાન હતો. તેના મૃતદેહને લેવા ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર પહોચી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરના જેન્તી કરશન સોલંકી નામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ નીપજયુ છે. આ માછીમાર ગત વર્ષે પોરબંદરની રસુલ સાગર નામની ફિશિંગ બોટમાં માછીમારી માટે ગયેલ હતો. બોટ અને તેમાં રહેલા માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અપહરણ કરાયેલ હતુ. બાદ છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન જેલમાં બંધક હતો. જાે કે, માછીમાર જેન્તી સોલંકીના મોતનું કારણ હજુ અકબંધ છે.સંભવતઃ આજે મૃતક માછીમાર નો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતને સોંપશે. જેથી સ્થાનીક ફિશરીઝ વિભાગની ટીમ વાઘા પહોંચી હોય ત્યાંથી મૃતક માછીમારના મૃતદેહનો કબજાે સંભાળી સુત્રાપાડા ખાતે લઈ આવશે.વધુમાં મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકી મૂળ સંઘ પ્રદેશ દિવના વણાંકબારાનો છે અને હાલ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાસરે પરિવાર સાથે રહેતો હતો. જેન્તી કરશન સોલંકીનું પાકિસ્તાન ની જેલમાં શંકાસ્પદ મૃત્યુના સમાચાર મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યુ હોય તેમ બધા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution