દિલ્હી-

યુ.એસ.માં ધોધ પરથી આકસ્મિક રીતે લપસી પડવાના કારણે આંધ્રપ્રદેશની એક યુવતીનું મોત મળતી માહિતી મુજબ, તેના મંગેતર સાથે સેલ્ફી લેતી વખતે આ યુવુવતી લપસી ધોધમાં પરથી પડી ગઇ હતી. પોલાવરપુ કમલા અને તેના મંગેતર તેમના એટલાન્ટા સ્થિત સંબંધીને મળ્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ બાલ્ડ નદી નજીક રોકાઈ ગયા હતા. સેલ્ફી લેતી વખતે યુવતી લપસી પડી અને ધોધમાં પડી ગઇ. મંગેતરને બચાવી લેવામાં આવી હતી, ત્યારે કમલા બેભાન હાલતમાં મળી હતી. તમામ શક્ય પ્રયત્નો છતાં તેમનો બચાવ થઈ શક્યો નહીં.

મહિલાનો મૃતદેહ ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અકસ્માતને કારણે કમલાના માતા-પિતા આઘાતની સ્થિતિમાં છે. તેની માતાએ જણાવ્યું હતું કે, "કમલાએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી, ત્યાં નોકરી પણ મેળવી લીધી હતી." કમલાના પિતાના જણાવ્યા મુજબ તેલુગુ એસોસિએશને શબને ભારતમાં લાવવામાં મદદ કરવાનું વચન આપ્યું છે. કમલાની બહેન પરિણીત છે અને ચેન્નાઈમાં રહે છે. કુટુંબ કૃષ્ણા જિલ્લાના ગુડાવેલ્લુરુમાં રહે છે. સ્નાતક થયા પછી, કમલા અમેરિકા ગઈ હતી અને ત્યાંની એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરી હતી.