ધક્કો મારી ગબડાવતાં સારવાર દરમિયાન એક શખ્સનું મોત
17, ફેબ્રુઆરી 2021

માંડવી,  માંડવીનાં સાલૈયા ગામ ખાતે ખેતરની પાળ ખોદી કાઢતા બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો. એક દ્વારા બીજા વ્યક્તિને ધક્કો મારી ગબડાવી પાડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું. માંડવી તાલુકાનાં સાલૈયા ગામ ખાતે રહેતા જાનસિંગભાઈ કંહાજીભાઈ ચૌધરી (ઉં.વ. ૫૫) તેમના ઘરની બાજુમાં આવેલ ખેતરમાં ગયા હતા. ત્યારે એમના કાકાનાં દીકરા ગીરીશભાઈ કસંજીભાઈ ચૌધરી એ તેઓનાં ખેતરની વચ્ચે આવેલ માટીનાં પાળાને ખોદી કાઢતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગિરિશે જાનસિંગભાઈને ધક્કો મારતા તે બંને હાથ પહોળા કરી ઉબડા પડી ગયા હતા. જેથી તે બેભાન થઈ જતા અને તેમના મોઢામાંથી પાણી નીકળતા તેમને સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. પરંતુ ફરજ પરનાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution