પરિસ્થિતિ કંટ્રોલમાં થાય તે બાદ શિક્ષણ શરૂ કરવા ર્નિણય કરીશુંઃ વિજય રૂપાણી
28, જુન 2021

સોમનાથ, રાજ્યમાં કોરોનાની પહેલી લહેર બાદ સંક્રમણ ઘટતા શાળા અને કોલેજાે શરૂ કરવાનો સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો હતો અને તબક્કાવાર રીતે ઓફલાઈન શિક્ષણ આપવાની શરૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઓનલાઈન શિક્ષણ જ શરૂ કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય સરકાર ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે બીજી લહેર બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તેવામાં હવે શાળાઓ શરૂ કરવાનો ર્નિણય સરકાર દ્વારા કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. ત્યારે આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું. શાળા શરૂ કરવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે. પરંતુ હજુ સ્ટેબલ થાય છે. આપણે હજુ રાહ જાેઈએ છીએ આ રીતે કેસ ઓછા થશે તો પહેલા કોલેજાે શરૂ કરવાનો વિચાર છે અને પછી તબક્કાવાર રીતે શિક્ષણ શરૂ કરીશું. કોરોનાની ત્રીજી લહેરમાં દેશભરમાં બાળકોની ચિંતા પણ થઇ રહી છે. એટલે આપણે ઉતાવળ નહીં કરીએ. બધું ઓલ વેલ હશે ત્યારે જ આપણે આ બાબતે વિચારણા કરીશું. તો સાથે જ સોમનાથ મુલાકાત દરમિયાન સૌની યોજના બાબતે તેમણે જણાવ્યું હતું કે, સૌની યોજના સૌરાષ્ટ્રમાં પૂર્ણ થવા આવી છે. આગામી ૨ મહિનામાં જ ૧૮ હજાર કરોડની યોજનામાં ૧૧૫ ડેમ અને અનેક તળાવ સીધા નર્મદા સાથે જાેડાશે. એટલે સૌરાષ્ટ્રનો પાણીનો અતિવિકટ પ્રશ્ન પણ કાયમ માટે આપણે પૂર્ણ કરી રહ્યા છે. એટલે આ પ્રકારનું સૌરાષ્ટ્રનું મોટું કામ અમે પૂર્ણ કરી રહ્યા છીએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution