15, જુલાઈ 2020
સુરત,તા.૧૪
સુરત શહેરમાં સોમવારે કોરોના વાયરસ સક્રમીતની સંખ્યામાં ૨૨૧ સામે આવી છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૭૫૪૦ ઉપર પહોચી છે. શહેરમાં વધુ ૧૩ ના મોત થયા હતા. આમ કોરોના સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૩૩૦ દર્દીઓનો ભરખી ગયો છે. મહત્વની વાત એ છે કે શહેર લોકલ સંક્રમણની ગંભીર પરિસ્થિતિ તરફ જઇ રહ્યું હોય છ માર્કેટોને આજરોજથી આગામી ૧૯મી સુધી સંપૂર્ણપણે લોક ડાઉન કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનલોક બાદ કોરો વાયરસે સુરતમાં માઝા મુકી છે. ગઈકાલે સુધીમાં કોરોના સંક્મીતની સંખ્યા ૭૩૧૯ થઈ હતી અને ૩૧૫ લોકોના મોત થયા હતા. જયારે ૪૫૭૫ દર્દીઓ સાજા થથા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.પાલિકાની ૧૯૪૩ ટીમ દ્વારા ૨૯૬૩૫૭ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ ૧૨૧૧૪ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં હોમ ક્વોરન્ટાઈન ૧૨૦૯૭ અને સરકારી ફેસીલીટીમાં ક્વોરન્ટાઈન ૧૭ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં કોરોનાએ તેનો કાળોકેર વર્તાવ્યો છે. જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી વરાછા અને કતારગામ વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૮૬૪, વરાછા-ઍશ્વમાં ૯૭૭, વરાછા-બીમાં૬૯૮, રાંદેરમાં ૬૬૭, કતારગામ ઝોનમાં ૧૮૩૧, લિંબાયતમાં ૧૨૦૬, ઉધનામાં ૫૪૫, અને અઠવામાં ૫૩૧ કેસ નોધાયા છે. દરમિયાન સુરત વિસ્તારના માર્કેટ ના સૂત્રો મુજબ શહેરમાં લોકલ સંક્રમણ ને લઈને કેસોની સંખ્યા તીવ્ર ગતિએ વધતી જઈ રહી છે જેમાં કારણે આજરોજ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સુરતની શાન સમા કાપડ માર્કેટ ની જે.જે ટેક્સટાઇલ માર્કેટ. સાઈ આસારામ માર્કેટ. હરિઓમ માર્કેટ. અશોકા ટાવર. હીરા પન્ના માર્કેટ. અને જગદંબા માર્કેટને આગામી ૧૯મી સુધી સંપૂર્ણપણે લોક ડાઉન જાહેર કરવામાં આવી છે એટલે વેપાર-ધંધા સંપૂર્ણ રીતે બંધ રહેશે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલા દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોનાવાયરસ સંક્રમણ ને અટકાવવા માટેના લાખ પ્રયાસો છતાં કોરોનાવાયરસ ને અંકુશમાં લેવા માટે ધારી સફળતા મળી નથી.