ફરી એક વખત આ મુદ્દો એટલે ગરમાયો છે કારણ કે, બ્રિટિશ લેખર નિકોલસ વેડએ સવાલ ઊઠાવ્યાં છે! મહામારીના મૂળ આજે પણ અનિશ્ચત છે, કોઈ તથ્ય સામે આવ્યું નથી. વિવિધ સરકારોના પોલિટિકલ એજન્ડા અને સાયન્ટિસ્ટો દ્વારા જનરેટ કરાયેલાં કાળાં ડિબાંગ વાદળોએ વિશ્વને અસમંજસમાં રાખ્યું છે.એમઆઇટી ટેક્‌નોલોજીના રિવ્યૂ એડિટર એન્ટાનિયો રિગાલ્ડોએ તો માર્ચ, ૨૦૨૦માં એવું કહ્યું હતું કે, જાે હકીકત બહાર આવી જાય તો વિશ્વમાં ચાલી રહેલાં સાયન્ટિફિક એક્સપરિમેન્ટ્‌સ માટે મોટું જાેખમ ઊભું થઈ શકે. બને એવું કે, ટોપથી બોટમ સુધી આ બધાએ ઘર ભેગું થવું પડે!

લાખો નિર્દોષ લોકોના મોત માટે કોણ જવાબદાર છે? આવો સવાલ એટલે થઈ રહ્યો છે કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, કોરોના વાયરસ - કોવિડ-૧૯ કે સાર્સ-૨ આવ્યો ક્યાંથી? તેનું મૂળ શું છે? શું આ બાબતે મોટું રાજકારણ રમાઈ રહ્યું છે? વારંવાર એવી આંગણી ચિંધવામાં આવી રહી છે કે, સાર્સ-૨ ચીનના વુહાનની લેબમાંથી લીક થયો છે! જાે ખરેખર આવું થયું હોય તો ચીન પર લાખો લોકોની હત્યાનો આરોપ મૂકવો જાેઈએ


કોવિડ-૧૯ મહામારીએ છેલ્લાં એક વર્ષમાં વિશ્વભરમાં અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યાં છે. રોજેરોજ કોરોના વાયરસનો ભોગ બનતાં લોકોની સંખ્યા વધી રહી છે. રોજ અનેક પરિવારો તેનાં વહાલસોયાને ગુમાવી રહ્યાં છે. કોઈનો આધાર છીનવાઈ રહ્યો છે તો કોઈની ટેકણ લાકડી. દરેક સ્ટોરી હચમચાવી રહી છે. લાખો નિર્દોષ લોકોના મોત માટે કોણ જવાબદાર છે? આવો સવાલ એટલે થઈ રહ્યો છે કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, કોરોના વાયરસ - કોવિડ-૧૯ કે સાર્સ-૨ આવ્યો ક્યાંથી? તેનું મૂળ શું છે? શું આ બાબતે મોટું રાજકારણ રમાઈ રહ્યું છે? વારંવાર એવી આંગણી ચિંધવામાં આવી રહી છે કે, સાર્સ-૨ ચીનના વુહાનની લેબમાંથી લીક થયો છે! જાે ખરેખર આવું થયું હોય તો ચીન પર લાખો લોકોની હત્યાનો આરોપ મૂકવો જાેઈએ.

ફરી એક વખત આ મુદ્દો એટલે ગરમાયો છે કારણ કે, બ્રિટિશ લેખર નિકોલસ વેડએ સવાલ ઊઠાવ્યાં છે! નિકોલસ વેડએ ધ વાયર નામના સાયન્સ પોર્ટલ પર આ વિશે વિગતે સવર્ણન કર્યું છે. નિકોલસ વેડ કહે છે, મહામારીના મૂળ આજે પણ અનિશ્ચત છે, કોઈ તથ્ય સામે આવ્યું નથી. વિવિધ સરકારોના પોલિટિકલ એજન્ડા અને સાયન્ટિસ્ટો દ્વારા જનરેટ કરાયેલાં કાળાં ડિબાંગ વાદળોએ વિશ્વને અસમંજસમાં રાખ્યું છે. પરિણામે મુખ્ય ધારામાં રહેલું મીડિયા પણ સાચી વાત દુનિયા સામે લાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેઓ કહે છે એક જર્નાલિસ્ટ તરીકે મારી પાસે રહેલાં ફેક્ટ્‌સના આધારે જ હું દાવો કરી શકું તેમ છું. હું અત્યાર સુધી કરવામાં આવેલાં વિવિધ દાવાઓને આધાર બનાવીને ચીનની સરકારે શું ખેલ ખેલ્યો છે તે વિશે ફોડ પાડવાની કોશિશ કરી શકું તેમ છું. જજમેન્ટ તમારે વાચકોએ લેવાનું છે કે, ખરેખર આપણી સામે એક ષડયંત્ર રચાયું છે કે કુદરતી મહામારીનો આપણે સામનો કરી રહ્યાં છીએ.


તેઓ વિસ્તારપૂર્વક આગળ લખે છે કે, આજે વિશ્વમાં મહામારી બની ગયેલાં વાયરસને સત્તાવાર રીતે સાર્સ-કોવ-૨ કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે, સામાન્ય રીતે બે થીયરી ચાલી રહી છે. એક થીયરી મુજબ, વાયરસ કોઈ જંગલી પ્રાણીમાંથી માનવીના શરીરમાં પ્રવેશ્યો છે અને બીજી થીયરી મુજબ કોઈ લેબમાં પરીક્ષણ વખતે આ વાયરસ લીક થઈ ગયો છે. આ જાણવું આપણાં માટે એટલે જરૂરી છે કે તેનાં આધારે ભવિષ્યમાં આવનારી આવી મહામારીને અટકાવવામાં આપણે તો જ સફળ થઈશું. હાલ રાજકારણીઓ અને વિજ્ઞાનિઓ કંઈ ફોડ ફાડીને કહી રહ્યાં ન હોવાથી આપણી પાસે સાર્સ-૨ ક્યાંથી આવ્યો તેનાં સીધા કોઈ પુરાવા નથી.

ડિસેમ્બર - ૨૦૧૯માં મહામારી આવી ત્યારે ચાઇનિઝ ઓથોરિટીએ એવું કહ્યું હતું કે, વુહાનની માંસ વેચતી માર્કેટમાંથી અનેક કેસ કોરોના વાયરસના મળ્યાં છે! એટલે વિજ્ઞાનીઓએ એવો અડસટ્ટો લગાવ્યો કે, વર્ષ ૨૦૦૨માં સાર્સ-૧ નામનો વાયરસ પહેલાં સિવિયેટ્‌સ નામના પ્રાણીમાં ફેલાયો હતો. આ પ્રાણી અહીંની માર્કેટમાં વેચવામાં આવતું હતું. પરિણામે માર્કેટમાંથી આ વાયરસ સિવિયેટ્‌સ દ્વારા લોકોના શરીરમાં પ્રવેશ્યો હતો. આવી જ રીતે બીજા મહામારી મર્સની થીયરી પણ કંઈક આવી જ છે, જેથી આ વખતે પણ વુહાનની માંસ માર્કેટમાંથી સાર્સ-૨ એટલે કે કોરોના વાયરસ સ્પ્રેડ થયો હોવો જાેઈએ.

વાયરસના જીનોમને ડીકોડિંગ કરતાં એવું સામે આવ્યું છે કે, આ વાયરસ બેટ્‌સ-કોરોનાવાયરસ ફેમિલીમાંથી આવે છે. આ એ જ ફેમિલી છે જ્યાંથી સાર્સ-૧ અને મર્સ આવ્યાં હતાં. આ સંબંધને કારણે એવો તર્ક વ્યકત્‌ કરવામાં આવ્યો છે કે, સાર્સ-૨ એટલે કે, કોરોના વાયરસ પણ ત્યાંથી જ બેટમાંથી કોઈ બીજા પ્રાણીમાં અને ત્યાંથી માણસના શરીરમાં કુદરતી રીતે સ્પ્રેડ થયો છે. આ ઉપરાંત વાયરસ સ્પ્રેડ થાય ત્યારે બીજી સામ્યતા ચીનના પ્રાણીઓનું માંસ વેચતી માર્કેટને ગણી લેવામાં આવે છે, જ્યાંથી વાયરર સ્પ્રેડ થતો રહે છે, પણ આ વખતે કોરોના વાયરસ વુહાનથી સ્પ્રેડ થયો છે અને વુહાનમાં આવેલી વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી વિશ્વની ટોચની લેબ છે જ્યાં કોરોના વાયરસ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. એટલાં માટે સાર્સ-૨ વાયરસ આ લેબમાંથી લીક થયો હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આપણી સામે આ બે થીયરીઓ ટેબલ પર છે.


કોરોના વાયરસ સ્પ્રેડ થયાં બાદ પબ્લિક અને મીડિયાનું કુદરતી રીતે ફેલાયો હોવાનું પર્સેપ્શન બાંધવા માટે સાયન્ટિસ્ટના બે ગ્રૂપ દ્વારા ડંકે કી ચોટ પર એવું કહેવામાં આવ્યું કે, આ કુદરતી મહામારી છે. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ જર્નલ લાન્સેટમાં વાયરોલોજિસ્ટના એક ગ્રૂપ દ્વારા કહેવામાં આવ્યું કે, અમે એવી ષડયંત્ર ધરાવતી થીયરીને વખોડીએ છીએ, જેમાં દાવો કરવામાં આવે છે કે, કોવિડ-૧૯ કુદરતી મહામારી નથી. આ સ્ટેટમેન્ટ એવાં સમયે આવ્યું હતું જ્યારે વિશ્વ હજુ તો આ મહામારી વિશે પૂરું સમજી પણ શક્યું ન હતું. એવાં વખતે સાયન્ટિસ્ટોએ બઢાવી ચઢાવીને એવું ધારી પણ લીધું કે, કોરોના વાયરસ પ્રાણીઓમાંથી ફેલાયો છે. પરિણામે કોઈ ચીનની વિરુદ્ધ ન જાય અને ચાઇનિઝ વિજ્ઞાનીઓ સાથે મળીને વિશ્વના બીજા વિજ્ઞાનીઓ આ મહામારીનો સામનો કરવા સજ્જ થઈ જાય. બીજી તરફ અમુક લેખકોએ એવું લખવાનું શરૂ કરી દીધું કે, કદાચ અકસ્માતે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી બહાર આવી ગયો હોય અને એ કોઈ ષડયંત્ર ન હોય એ બાબત પર તપાસ તો થવી જ જાેઈએ. પરિણામે લાન્સેટ જેવા જર્નલે પણ મોંઢું છુપાવવાનો વખત આવ્યો અને થુંકેલી ચાટતાં એવું કહેવું પડ્યું કે, ખરેખર વાયરસના મૂળ ક્યાં છે તે હજુ જાણી શકાયું નથી.


પાછળથી એવાં દાવા કરવામાં આવ્યાં હતાં કે, લાન્સેટને સાયન્ટિસ્ટોના એક ગ્રૂપ દ્વારા જે કહેવામાં આવ્યું હતું તેની પાછળ ન્યુયોર્કના ઇકોહેલ્થ અલાયન્સના પ્રેસિડેન્ટ ડો.પીટર દસ્ઝાકનો હાથ હતો. ડો.પીટર દસ્ઝાક કોરોના વાયરસના રિસર્ચ માટે વુહાનની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટને મોટું ફંડ આપી રહ્યાં છે. જાે એવું સાબિત થાય કે, કોરોના વાયરસ આ લેબમાંથી લીક થયો છે તો ડો.પીટર દસ્ઝાક વિશ્વ સામે સૌથી મોટા આરોપી તરીકે ઉભરી આવે! પરિણામે લાન્સેટના વાચકને આ હકીકતથી વાકેફ કરવામાં આવ્યાં ન હતાં. કોરોના વાયરસને મહામારીમાં ખપાવવામાં ડો.દેસ્ઝાકને એટલે રસ હતો કારણ કે, તેનું બધું જ દાવ પર લાગી જાય તેમ હતું. છેલ્લાં ૨૦ વર્ષથી ડો.દેસ્ઝાક લોકોનું ધ્યાન ન પડે તેમ ખતરનાક રમત રમી રહ્યાં હતાં. તેઓ પોતાની લેબમાં એવાં વાયરસ પેદા કરતાં હતાં જે કુદરતમાં અસ્તિત્વમાં રહેલાં વાયરસ કરતાં અનેકગણાં ખતરનાક હોય! ડો.દેસ્ઝાક એવો દાવો કરતાં આવ્યાં છે કે, આવું કરવા પાછળ તેઓ કુદરતથી આગળ રહેવા માગે છે, જેથી ભવિષ્યમાં આવનારી આફતો સામે લડી શકાય. પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવતાં વાયરસન આપણે મુકાબલો કરી શકીએ અને કુદરતી રીતે ફેલાઈ જતાં વાયરસને કાબૂમાં રાખી શકાય. 

અલબત્ત, અહીં ડો.દેસ્ઝાકને એક ડર એ હતો કે, હકીકત વિશ્વની સામે આવી જાય તો વિશ્વમાં આવાં પ્રયોગ કરતાં વાયરોલોજિસ્ટ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળે. એવું પણ બને કે, ફક્ત ચીનમાં જ નહીં આખા વિશ્વમાં વાયરોલોજિસ્ટ ટોર્ગેટ બની જાય! એમઆઇટી ટેક્‌નોલોજીના રિવ્યૂ એડિટર એન્ટાનિયો રિગાલ્ડોએ તો માર્ચ, ૨૦૨૦માં એવું કહ્યું હતું કે, જાે હકીકત બહાર આવી જાય તો વિશ્વમાં ચાલી રહેલાં સાયન્ટિફિક એક્સપરિમેન્ટ્‌સ માટે મોટું જાેખમ ઊભું થઈ શકે. બને એવું કે, ટોપથી બોટમ સુધી આ બધાએ ઘર ભેગું થવું પડે! 

(બીજા અનેક રહસ્યો વિશે આવતાં અંકે)