રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ઉચે ચઢતાં ઠંડીમાં ઘટાડો
27, ડિસેમ્બર 2021

રાજકોટ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે હવામાં ભેજ ઓછો થતા ઝાકળનું પ્રમાણ થોડુ ઘટયું હતું. જાેકે આજે સતત ત્રીજા દિવસે પણ વ્હેલી સવારે ધુમ્મસ દેખાતું હતું અને ઠેર ઠેર ઠંડીનું પ્રમાણ પણ નહીંવત રહેવા પામ્યું હતું. આજરોજ સવારે પણ મોટા ભાગનાં સ્થળોએ ડબલ ડિઝીટમાં જ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં ૧૭.૬, ભુજમાં ૧૬.૫, દમણમાં ૧૬.૪, ડીસામાં ૧૪.૮, દિવમાં ૧૬ ડિગ્ર, લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

આ ઉપરાંત દ્વારકામાં ૨૦.૫, કંડલામાં ૧૬.૫, નલિયામાં ૧૩, ઓખામાં ૨૧, પોરબંદરમાં ૧૬.૫, રાજકોટમાં ૧૬.૬, સુરતમાં ૧૭ અને વેરાવળમાં ૧૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. દરમ્યાન જામનગર શહેર અને જિલ્લાના ઠંડીએ ભુક્કા બોલાવ્યા પછી ધીમે ધીમે ઠંડીનો પારો પરત ફરી રહ્યો છે, જેના કારણે આજે ઠંડીમાં રાહત જાેવા મળી છે. ત્યાંથી પરત ફરીને ૧૬.૨ ડિગ્રી સુધી ઉપર ચડી જતાં ઠંડીમાં રાહત અનુભવાઇ રહી છે. ગઈકાલે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું અને ગાઢ ધુમ્મસને ચાદર છવાઇ હતી. જેમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. જામનગર શહેર અને જિલ્લામાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું જેમાં ગઈકાલે બદલાવ આવ્યો હતો અને ગાઢ ધુમ્મસ સાથે ભેજ પ્રવેશી ચુક્યો હતો. જેમાં આજે થોડો ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે ભેજનું પ્રમાણ ૮૬ ટકા જેટલું રહ્યું હોવાથી ઝાકળ વરસાદના કારણે માર્ગો ભીંજાયા હતા. પરંતુ વીજીબીલીટીમાં થોડો સુધારો જાેવા મળ્યો હતો. જેથી વાહન ચાલકો માટે થોડી રાહત થઇ હતી. ઠંડીનો પારો ૭ ડિગ્રી સુધી પરત ફર્યો છે, ઉપરાંત પવન ની તીવ્રતા માં પણ ઘટાડો નોંધાયો હોવાથી આજે ઠંડીથી લોકોએ રાહત અનુભવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution