હાલોલ, હાલોલ તાજપુરા સ્થિત કોરોના હોસ્પિટલને પાવાગઢ કાલિકા માતા મંદિર ટ્રસ્ટના યોગદાન દ્વારા રૂા. ૫૦ લાખના ઓક્સિજન પ્લાન્ટનુ ગુરૂવારે મંદિરના ટ્રસ્ટીઓ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક પૂજા વિધિ બાદ લોકાર્પણ કરાયું હતું. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે, રાજ્ય મંત્રી અને હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારે શુભેચ્છા સંદેશો આપ્યો હતો. કોરોનાની વૈશ્વિક મહામારી દેશ સહિત રાજ્યને પ્રભાવીત કરી કેર વાર્તાવતા મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે હાલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોના કાળનો ભોગ બન્યા છે ત્યારે કોરોના ગ્રસ્ત લોકોની સારવાર માટે સરકારી તંત્ર એ પણ એડીચોટીનું જાેર લગાવી દીધું હતું તેમ છતાં વિકરાળ કોરોના રોકેટગતી સામે તંત્રને મદદરૂપ થવા ખાનગી સંસ્થાઓ વહારે આવતા તંત્ર બેવડાયું હતું તાજપૂરા કોવિડ હોસ્પિટલ માં આવતા દર્દીઓ ને ઓક્સિજન ની ઉણપ ન રહે તે માટે રાજ્યનું પ્રથમ એવું પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંક સમય પેહલાજ રોજનું ૧૦૦ બોટલ ઉત્પાદન કરી શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા ટ્રસ્ટ દ્વારા રૂા.૫૦ લાખના યોગદાનની જાહેરાત કરાઈ હતી.ઓક્સિજન પ્લાન્ટ ત્યાર થઈ જતા ગુરૂવારે ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્રભાઈ, સેક્રેટરી રાજુભાઇ ભટ્ટ, ટ્રસ્ટી દુસયંત પાઠક, હીરાલાલ પાવાગઢ મંદિર પૂજારી, ડો ઉદય પ્રકાશ તાજપુરા કોવિડ હોસ્પિટલ નોડલ અધિકારી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ હાલોલ પ્રાંત આલોક ગૌતમ મામલતદાર કટારા સહિતના મહાનુભવો ઉપસ્થિતીમાં લોકાર્પણ વિધિ યોજાઈ હતી. તાજપુરા ખાતે કાર્યરત થયેલા ઑક્સિજન પ્લાન્ટને લઈ તાજપુરા કોવિડ હોસ્પિટલને અન્ય સપ્લાય પર ર્નિભય નહીં રહેવું પડે.