દિલ્હી: કેરલમાં ઈ શ્રીધરનને BJPએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા
04, માર્ચ 2021

દિલ્હી-

કેરલ વિધાનસભા ચૂંટણીમાં ઈ શ્રીધરન જે મેટ્રોમેન તરીકે જાણીતા છે, તેઓ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું પાર્ટી ટૂંક સમયમાં અન્ય ઉમેદવારોના નામની પણ જાહેરાત કરશે. ઈ શ્રીધરનનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કેરલ ભાજપા માટે ખૂબ જ મોટી ઉપલલબ્ધિ માનવામાં આવી રહી છે.

મેટ્રો મેન ઈ શ્રીધરન કેરલમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. શ્રીધરન થોડા દિવસો પહેલા ભાજપમાં સામેલ થયા છે. તેમણે પોતે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બની કેરલની સેવા કરવા ઈચ્છે છે. દેશના સૌથી શિક્ષિત રાજય તરીકે કેરલ જાણીતું છે અને ભાજપે આ રાજયના કોઈ ચહેરાને આટલું મહત્વ આપ્યું હોય તેવી પ્રથમ ઘટના છે. 7 માર્ચના ગૃહ મંત્રી અમીત શાહ કેરલના પ્રવાસ કરીને પ્રચારનો પ્રારંભ કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution