વડોદરા

દિલ્હીમાં પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ ફાઇનાન્સરની લાશને સુટકેશમાં ભરીને કરજણ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. પરિણીત ફાઇનાન્સરના યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં યુવતીના બીજા પ્રેમીએ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. દિવાળીના દિવસે કરજણ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પરથી એક અજાણ્યા વ્યક્તિની ગળુ કપાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. લાશ નજીકથી પોલીસને એક કાળા રંગની સુટકેસ પણ મળી આવી હતી. જોકે, આ સુટકેસ લોહીથી રંગાયેલી હતી. જેથી હત્યા કર્યાં બાદ લાશને સુટકેસમાં મૂકીને રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાનુ સ્પષ્ટ થયું હતું. બનાવને પગલે વડોદરા રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવમાં ઇઁહ્લ, સુરત રેલવે પોલીસ અને દિલ્હી પોલીસ પણ જોડાતા ગણતરીના દિવસોમાં અજાણી લાશની ઓળખ છતી થઇ અને હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે.

દિલ્હીના મોર્ડન ટાઉનમાં રહેતો ૪૬ વર્ષીય નિરજ ગુપ્તા ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો. નિરજ એક પરણીત વ્યક્તિ હતો અને પત્ની આંચલ અને બે સંતાનો સહિત પરિવાર સાથે રહેતો હતો. નિરજ દિલ્હીના કરોલબાગ ખાતે પણ પોતાની ફાઇનાન્સની ઓફિસ ધરવતો હતો. જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી ફૈઝલ પઠાણ નામની યુવતી કામ કરતી ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા નિરજ ગુપ્તાની ઓફિસમાં કામ કરતી ફૈઝલ પઠાણ સાથે તેને ગાઢ પ્રેમ સબંધો હતા. નિરજ પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં ફૈઝલના ગળા ડૂબ પ્રેમમાં હતો. ફૈઝલને તમામ પ્રકારની સવલતો પુરી પાડી દિવસ-રાત તેની સાથે જ રહેતો હતો. બન્ને કેટલીક હદે પતિ-પત્ની તરીકે વ્યવહારીક જીવન જીવતા હતા. નિરજ ગુપ્તા અને ફૈઝલના સબંધો અંગે બન્નેનો પરિવાર વાકેફ હતો. તેવામાં ફૈઝલ અને ઝુબેરની સગાઇની વાતો ચાલતા નિરજ રોષે ભરાયો હતો. ફૈઝલની માતા શાહીન ઇચ્છતી હતી કે, દિકરીના લગ્ન ઝુબેર સાથે થાય. આ બાબતનુ નિરાકરણ લાવવા માટે ફૈઝલે નિરજને ગત ૧૨ નવેમ્બરના રોજ પોતાના ઘરે(દિલ્હી સ્થિત આદર્શનગર, પાર્ક કોલોની) મળવા માટે બોલાવ્યો હતો. ફૈઝલના બોલાવવા પર નિરજ આદર્શનગર સ્થિત પાર્ક કોલોનીમાં પહોંચ્યો હતો. જ્યાં ફૈઝલ, તેની માતા શાહીન અને પ્રેમી ઝુબેર પઠાણ પણ હાજર હતા. નિરજ અને ફૈઝલના સંબંધોથી બધા ખુબ સારી રીતે વાકેફ હતા. નિરજ નહોતો ઇચ્છતો કે, ફૈઝલ અને ઝુબેરના લગ્ન થાય. આ બાબતે ચર્ચા કરવા જતા નિરજ ઉશ્કેરાયો અને ઝુબેરને ધક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ ઝુબેર રોષે ભરાયો અને નજીકમાં પડેલી ઇંટ ઉઠાવી નિરજના માથામાં મારી દેતા તે ઢળી પડ્યો હતો. નિરજ હજી જીવી રહ્યો હતો, ત્યાં તો ઝુબેરે ઉપરા છાપરી ત્રણ જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, તેમ છતાં નિરજ જીવીત હતો. જે જોતા ઝુબેરે ઠંડા કલેજે નિરજના ગળા પર ચપ્પુ ફેરવી ગળુ કાપી નાખ્યું હતુ. ૧૨ નવેમ્બરના રોજ આદર્શ નગર સ્થિત પાર્ક કોલોનીમાં રહેતી ફૈઝલ પઠાણના ઘરમાં નિરજની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આખા ઘરમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. જેથી હત્યારા ઝુબેર અને ફૈઝલની માતાએ મળીને પુરાવાનો નાશ કરવા માટે નિરજના મૃતદેહને બાથરૂમમાં લઇ જઇ પાણીથી સાફ કર્યો હતો. ત્યારબાદ કાળા રંગની સુટકેસમાં નિરજની લાશને મૂકી દેવામાં આવી હતી. નિરજની લાશનો નિકાલ ક્યાં અને કંઇ રીતે કરવો તે હવે સૌથી મોટો પ્રશ્ન હતો. નિરજ ગુપ્તાનો હત્યારો ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રીમાં કામ કરે છે, જેથી નિરજની લાશને રાત્રીના સમયે સુટેકસમાં મુકી ગોવા જતી દિલ્હી મડગાંવ ટ્રેનની પેન્ટ્રીમાં મૂકી દેવામાં આવી હતી. ઝુબેર આ ટ્રેનમાં સવાર હતો, જેથી સમય મળતા જ તેને અંધારાનો લાભ ઉઠાવી કરજણ રેલ્વે સ્ટેશન નજીક લાશ મૂકેલી સુટકેસ રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હતી. જોકે, સુટકેસ જોરથી નીચે પટકાતા ખુલી ગઇ હતી અને નિરજનો મૃતદેહ બહાર આવી ગયો હતો. ૧૪ નવેમ્બરે રેલવે પોલીસને આ લાશ મળતા વડોદરા રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ