ન્યુ દિલ્હી, તા.૨૧ 

દિલ્હી હાઇકોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે, હવેથી દિલ્હી હાઇકોર્ટમાં વીડિયો કાન્ફરÂન્સંગ દ્વારા થનારી સુનાવણી સામાન્ય લોકો લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જાઇ શકાશે. દિલ્હી હાઇકોર્ટ આ માટેનો એક સક્્ર્યૂલર જાહેર કર્યો છે.

આ સક્્ર્યૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે હાલના સમયમાં કોર્ટની સુનાવણી વીડિયો કાન્ફરÂન્સંગથી થઇ રહી છે, અને આવામાં એવા કેસો, જેની સુનાવણી બંધ રૂમમાં નથી થઇ રહી, અને જેમાં સામાન્ય લોકો હાજર રહી શકે છે. તે તમામ કેસોની સુનાવણી જનતા વીડિયો લિંક દ્વારા જાઇ અને સાંભળી શકે છે. સક્્ર્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે, કોર્ટમાં થનારી સુનાવણી ઓપન કોર્ટ પ્રાસીડિંગ્સ થાય છે, અને આવામાં સામાન્ય જનતાને તે જાવાનો પુરેપુરો અધિકાર છે. કેમકે આ કોરોના કાળમાં કોર્ટની સુનાવણી વીડિયો કાન્ફરÂન્સંગ દ્વારા થઇ રહી છે, પણ આ કારણે સામાન્ય લોકો સામાન્ય લોકોને ઓપન કોર્ટ પ્રાસિડિગ્સથી વંચિત નથી રાખી શકાતી. આમ સામાન્ય લોકોને આ હક આપવામાં આવ્યો છે. સક્્ર્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો કોર્ટની સુનાવણી જાવા માગે છે, તેમને એક દિવસ પહેલા રાત્રે નવ વાગ્યા સુધી માસ્ટર કે કોર્ટ સ્ટાફને જાણકારી આપવી પડશે, અને ત્યારાબાદ તેમને તે લિંક મળશે, જેના દ્વારા સુનાવણી જાઇ શકાશે. જાકે, સક્્ર્યૂલરમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે જા વ્યÂક્ત જા વીડિયો કાન્ફરÂન્સંગથી થનારી સુનાવણીને જુએ સાંભળે છે, તે દરમિયાન તેમને પોતાનો ઓડિયો અને વીડિયો બંધ રાખવો પડશે, જેનાથી કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ ના પડે.