દિલ્હી-

દિલ્હી પોલીસના વિશેષ સેલે પ્રતિબંધિત સંગઠન 'ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ'ના બે કટ્ટર સભ્યોની ધરપકડ કરી છે. તેઓની ઓળખ ઈન્દરજીતસિંહ ગિલ અને જસપાલસિંહ તરીકે થઈ છે.

વિશેષ સેલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ બંનેએ મોગા ડીસી ઓફિસની છત પર ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો હતો, સાથે સાથે શીખ ફોર જસ્ટિસ નામની પ્રતિબંધિત ચેનલ પણ જોઈન કરી હતી.