દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ 20,903 કેસ
03, જુલાઈ 2020

દિલ્હી,

દેશમાં લોકડાઉન બાદથી કોરોનાવાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. શુક્રવારે દેશમાં કોરોનાનાં 20,903 કેસ નોંધાયા છે અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 6,25,544 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 379 લોકોનાં મોતને કારણે, મૃતકોની સંખ્યા વધીને 18,213 થઈ ગઈ છે. જો કે, આ સમયગાળા દરમિયાન 20 હજારથી વધુ લોકો ઠીક પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,79,892 લોકો ઠીક થયા છે. આજે, કુલ સક્રિય કેસ માત્ર 492 નો વધારો થયો છે. દેશમાં હાલમાં કુલ સક્રિય કેસ 2,27,439 છે.

આઈસીએમઆરએ જણાવ્યું હતું કે, 2 જુલાઈએ કુલ 2,41,576 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 92,97, 749 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સતત સાતમો દિવસ છે જ્યારે કોરોના વાયરસનાં 18,000 થી વધુ કેસ નોંધાયા છે. 1 જૂનથી 2 જુલાઈ સુધી, કોવિડ-19 નાં કેસ વધીને 4,14,106 થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution