દિલ્હી: દેશમાં કોરોનાના કેસની સંખ્યા પાંચ લાખને પાર
27, જુન 2020

 દિલ્હી,

આજ એટલે કે ૨૭ની સવાર સુધી દુનિયામાં ૯૮.૫૦ લાખથી વધારે કોરોના કેસ સામે આવી ચુકયા છે. રાત્રે બાર વાગ્યા સુધી આ આંકડો એક કરોડને પાર કરી જશે. દેશમાં કોરોના વાયરસ કેમેય કરીને કાબૂમાં આવતો ન હોય તેવી રીતે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૮૫૫૨ કેસ સામે આવ્યા છે અને ૩૮૪ લોકોના મોત નિપયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે. અત્યારે દેશમાં ૫,૦૮,૯૫૩ લોકો સંક્રમિત છે જે પૈકી ૨,૯૫,૮૮૧ સાજા થયા છે તો કુલ ૧૫૬૮૫ લોકોને કોરોના રાક્ષસે હણી નાખ્યા છે. 

મહારાષ્ટ્ર્રમાં કુલ કેસ ૧,૫૨,૭૬૫ થયા છે તો ૭૧૦૬ દર્દી મોતને ભેટયા છે. સ્વાસ્થ્ય વિભાગના મેડિકલ બુલેટિન અનુસાર મહારાષ્ટ્ર્રમાં ૨૩૬૨ દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જેના કારણે રાયમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને ૭૯૮૧૫ થઈ છે.

દિલ્હીમાં કોરોના વાયરસ બ્રેક મારવાનું નામ લેતો જ ન હોય તેવી રીતે અત્યાર સુધી દિલ્હીમાં ૭૭૨૪૦ લોકોમાં કોરોના જોવા મળ્યો છે જેમાંથી ૪૭૯૦૧ લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે. અત્યારે અહીં ૨૭૬૫૭ સક્રિય કેસ છે. રાયમાં અત્યાર સુધી ૨૪૯૨ લોકોના મોત નિપયા છે.

તામીલનાડુમાં કોરોનાના સૌથી વધુ ૩૬૪૫ નવા કેસ આવ્યા છે. રાયમાં દર્દીઓની સંખ્યા ૭૪૬૬૨ થઈ ગઈ છે યારે વધુ ૪૬ દર્દીઓના મોત સાથે અહીં ૯૫૭ લોકો દમ તોડી ચૂકયા છે. સ્વાસ્થ્ય વિભાગના બુલેટિનમાં જણાવ્યું કે અત્યાર સુધી સંક્રમણમાં એક દિવસમાં આવેલા સૌથી વધુ કેસમાં ચેન્નાઈમાં ૧૯૫૬ લોકોમાં કોરોના હોવાની સ્પષ્ટ્રતા થઈ છે.

મધયપ્રદેશમાં કોરોના વાયરસના ૨૦૩ નવા મામલા સામે આવ્યા છે અને ચાર મોત થયા છે. રાયમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની કુલ સંખ્યા વધીને ૧૨૭૯૮ થઈ ગઈ છે અને કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા ૨૪૪૮ છે. અહીં ૫૪૬ લોકો મોતને ભેટયા છે. ગુજરાતમાં છષલ્લા ૨૪ કલાકમાં ૫૮૦ નવા કેસ સામે આવ્યા છે અને ૧૮ લોકોના મોત થયા છે. રાયમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસની કુલ સંખ્યા વધીને ૩૦૫૧૮ થઈ છે જેમાંથી ૨૨૦૩૮ લોકો સાજા થઈ ગયા છે તો ૧૭૭૨ લોકો મોતને ભેટયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution