ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે શિનોરના સવર્ણકારોની પસંદગી થતાં આનંદ
25, ડિસેમ્બર 2022

શિનોર,તા.૨૫

રાષ્ટ્રીય સ્તરની સવર્ણકાર વેલફેર એસોસીએશન ની મળેલ બેઠકમાં ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે શિનોર ના સવર્ણકારોની પસંદગી થતાં શિનોરના સવર્ણકારો માં આનંદ વ્યાપેલ છે.

   તા. ૧૯ના રોજ રાજસ્થાન પ્રદેશના સ્વર્ણકાર વેલફેર એસોસિયેશનના યજમાનપદે અને રાષ્ટ્રીય કાર્યકારી કોર સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રીય સ્તરના સ્વર્ણકાર વેલફેર એસોસિયેશન દ્વારા મિલબર્ગ, બાપુનગર, જયપુર ખાતે એક બેઠકનું આયોજન કરાયું. આ બેઠકમાંરાષ્ટ્રીય કાર્યકારી સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રીય સ્તરની સ્વર્ણકાર વેલ્ફેર એસોસિએશનની કોર કમિટીની અગત્યની બેઠક તથા પ્રત્યેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની ઉપસ્થિતિમાં એક વિશિષ્ઠ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રત્યેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રદેશ મહાસચિવને જવાબદારીઓની વિધિવત સોંપણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ માટે મૂળ શિનોર અને હાલ વડોદરા માં રેહતાત ડો. જતીન સોનીને પ્રદેશ અધ્યક્ષ તરીકે તથા મૂળ શિનોર અને હાલ વડોદરા રહેતા જીગ્નેશ ભાઈ સોની ને પ્રદેશ ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા શિનોર ના સવર્ણકારો માં આનંદ વ્યાપેલ છે. રાષ્ટ્રીય સ્તરની આ બેઠકમાં અનેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને મહાસચિવ ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યમાં ગુજરાત સ્વર્ણકાર વેલફેર એસોસિએશન પોતાની રાષ્ટ્રિય સ્તરે જવાબદારી નિભાવવા જીલ્લા સ્તરે તાલુકા સ્તરે જવાબદારીની સોંપણી ને રાષ્ટ્રિય સ્તરે અનુમોદન મેળવવા પ્રક્રિયાઓ શરૂ કરી પોતાનો વ્યાપ વધારશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution