કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ ખુબ જાેખમી, આપણે મહામારીના ખતરનાક તબક્કામાં: WHO
03, જુલાઈ 2021

જિનિવા-

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગ્રેબ્રેયેસસે ચેતવણી આપી હતી કે વિશ્વ કોવિડ-૧૯ રોગચાળો ખૂબ જ ખતરનાક તબક્કામાં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો વધુ ચેપી છે અને સમય જતાં સતત બદલાતા રહે છે. તેમણે કહ્યું કે જે દેશોમાં ઓછી વસ્તી રસી આપવામાં આવી છે, ત્યાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ફરી વધવા માંડી છે. ડેલ્ટા જેવા સ્વરૂપ વધુ ચેપી છે અને ઘણા દેશોમાં ફેલાયો છે. આ સાથે, આપણે આ રોગચાળાના એક ખૂબ જ જાેખમી તબક્કામાં છીએ.

ગેબ્રેયસસે કહ્યું, હજી સુધી કોઈ દેશ જાેખમથી બહાર નથી. ડેલ્ટા સ્વરૂપ જાેખમી છે અને તે સમયની સાથે સાથે બદલાય રહ્યો છે જેના પર સતત નિરીક્ષણ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા ૯૮ દેશોમાં મળી આવ્યો છે અને તે દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કે જ્યાં ઓછુ રસીકરણ થયુ છે. તેમણે કહ્યું કે, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાં જેવા કે કડક દેખરેખ, તપાસ, શરૂઆતના સ્ટેજમાં બીમારીની ઓળખ, આઈસોલેશન અને તબીબી સંભાળ હજી પણ મહત્વપૂર્ણ છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યું કે માસ્ક, સામાજિક અંતર જાળવવું, ગીચ જગ્યાઓથી બચવું અને મકાનોમાં હવા ઉજાસ રાખવો મહત્વપૂર્ણ છે. તેમણે વિશ્વના નેતાઓને આગ્રહ કર્યો કે આગામી વર્ષ સુધીમાં દરેક દેશની ૭૦ ટકા વસ્તી કોવિડ -૧૯ સામે રસી અપાય તે સુનિશ્ચિત કરવા માટે એકઠા થાય. તેમણે કહ્યું, રોગચાળાને સમાપ્ત કરવા, જીવ બચાવવા, વૈશ્વિક આર્થિક સ્થિરતા અને ખતરનાક સ્વરૂપોને જન્મ લેતા અટકાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. આ સપ્ટેમ્બરના અંત સુધીમાં, અમે બધા દેશોના ઓછામાં ઓછી ૧૦ ટકા લોકોને રસીકરણ માટે નેતાઓને વિનંતી કરી રહ્યા છીએ. ડબ્લ્યુએચઓએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટ પ્રથમ ભારતમાં મળી આવ્યો હતો અને તે હવે લગભગ ૧૦૦ દેશોમાં જાેવા મળી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution