દિલ્હી-

ચીનનાં ધીમે-ધીમે કોરોનાના કહેર વધી રહ્યો છે. ત્યારે ત્યાં વિદેશી યાત્રા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.બુધવારે ચીને પોતાનાં નાગરીકો માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકયો છે. કારણ કે ચીનમાં લાંબા સમય બાદ કોરોનાએ ફરીવાર માથુ ઉંચકયુ છે અને સૌથી વધુ કેસો નોંધાયા છે. ચીને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ નિયમો વધુ સખ્ત કરી દીધા છે.

ચીનની અંદર પર લોકોનાં પરિવહન પર અમુક પ્રતિબંધો મુકાયા છે. સ્થાનિક સરકારો દ્વારા શહેરનાં પરીક્ષણબાદ 71 નવા સંક્રમણનો ખુલાસો થયો છે જે જાન્યુઆરી બાદ સૌથી વધુ છે. પરંતુ મુસાફરી પરથી પ્રતિબંધ હટાવવાના કારણે ફરીવાર સંક્રમણ ફેલાયુ હોવાથી ચીની સરકારે નિયમો સખ્ત કરી રહ્યા છે. દુનિયામાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20 કરોડથી વધુ થઈ ગયા છે અને આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 42.5 લાખ થયો છે. વળી, અત્યાર સુધીમાં 4.26 અબજ લોકોને વેક્સિન આપવામાં આવી છે