યેપ સ્પાના સંચાલક સામે ઉચ્ચાધિકારી દ્વારા તપાસની માંગ
29, સપ્ટેમ્બર 2020

વડોદરા, તા.૨૮ 

પોતાના સ્પામાં મસાજ થેરાપીની નોકરી માટે બોલાવેલી રશિયન યુવતી સાથે અનૈતિક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં સંડોવાાયેલો યેપ સ્પાનો સંચાલક પરેશ પટેલ સામે તેની પત્નીએ નોંધાવેલી ફરિયાદ બાદ ભુગર્ભમાં ઉતરી ગયો છે. બીજીતરફ શહેરના રાજકારણ, રમતજગત અને પોલીસ ખાતામાં ભારે વગ ધરાવતા પરેશ પટેલની જલ્દી ધરપકડ થાય તેમજ તેની સામે કડક કાર્યવાહી થાય તે માટે પરેશ પટેલની પત્નીએ આજે શહેર પોલીસ કમિ.કચેરીમાં રજુઆત કરી હતી જેમાં તેમને પોલીસ અધિકારીઓ દ્વારા સંતોષજનક કામગીરી કરવાનું આશ્વાસન આપી રવાના કરાયા હતા.

અકોટા ગાર્ડન પાસે ક્લાસીક એપાર્ટમેન્ટમાં રહેતા પરેશ પટેલ ગોત્રી સહિત અન્ય વિસ્તારોમાં યેપ સ્પા નામે મસાજ પાર્લરો ચલાવે છે. ગત ૨૦૧૪માં તેણે રશિયાની બે યુવતીઓ તેના સ્પામાં નોકરી માટે રાખી હતી જે પૈકીની હન્ના ચુઈકો નામની યુવતી સાથે પરેશે સતત અનૈતિક સંબંધો બાંધતા હન્ના ગર્ભવતી બની હતી અને તેણે પાંચ વર્ષ અગાઉ પરેશના અનૈારસ પુત્રને જન્મ આપ્યો હતો. પરેશની આ કામલીલીનો તેની પત્ની જીજ્ઞાબેને વિરોધ કરતા તેણે હન્ના સાથે મળી પત્ની પર શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને ત્યારબાદ તેણે હન્ના ચુઈકોને પત્નીનો દરજ્જાે તેમજ અનૈારસ પુત્રને પોતાનું નામ આપી તે પત્નીને છોડીને હન્ના સાથે રહેવા જતો રહેતા જીજ્ઞાબેને પતિ પરેશ અને તેની ગેરકાયદે પત્ની હન્ના વિરુધ્ધ જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાેકે પરેશ પટેલ શહેરના રાજકારણ, રમતજગત અને પોલીસ ખાતામાં ભારે વગ ધરાવતો હોઈ તેની સામે નોંધાયેલી ફરિયાદની તપાસ એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવે તેવી ફરિયાદી જીજ્ઞાબેને આજે શહેર પોલીસ કમિ. કચેરીમાં રજુઆત કરી હતી. તેમની રજુઆતના પગલે પો.કમિ.કચેરીના અધિકારી દ્વારા તેમની ફરિયાદમાં યોગ્ય અને કડક કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપી તેમને રવાના કરાયા હતા. જેપીરોડ પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી પરેશના ઘરે દરોડો પાડ્યો હતો પરંતું તે અને તેની કથિત ગેરકાયદે પત્ની હન્ના તેઓના અનૈારસ પુત્ર સાથે ફરાર થયો હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ બનાવ અંગે ડી – ડિવિઝનના એસીપી એ વી રાજગોરે જણાવ્યું હતું કે આ ફરિયાદમાં ગંભીર આક્ષેપો હોઈ તેની હાલમાં તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

સ્પાના ધંધામાં પરેશ પટેલની લાંબા સમયથી મોનોપોલી

મેટ્રો સિટીની જેમ શહેરમાં પણ સ્પાના ઓથા હેઠળ ગોરખધંધા શરૂ કરનાર પરેશ પટેલનો સ્પાના ધંધામાં શહેરમાં મોનોપોલી છે અને એક સમયે તો તેના શહેરના પોશ એવા ગોત્રી, જેપીરોડ, મુજમહુડા અને સારાભાઈ રોડ પર આઠ જેટલા વૈભવી સ્પા ચાલતા હતા. તે સ્પામાં મોટાભાગ થાઈલેન્ડ અને રશિયાની જ યુવાન છોકરીઓને મસાજની સેવા માટે નોકરીએ રાખતો હોઈ મસાજના શોખીન ગ્રાહકો પણ તેના જ સ્પાને પહેલી પસંદગી આપતા હોઈ તેનો લાંબા સમયથી સ્પાના ધંધામાં દબદબો યથાવત રહ્યો છે.

સ્પામાં મસાજના ઓથાહેઠળ ગોરી ચામડીનો કાળો વેપાર

પરેશ પટેલના વૈભવી સ્પામાં રશિયન અને થાઈ યુવતીઓ દ્વારા સુંવાળા સ્પર્શ સાથે થતી મસાજ માટે શહેરના માલેતુજારો, બિલ્ડરો, ક્રિકેટરો અને વેપારીઓ નિયમિત રીતે જતા હતા. મળતી વિગતો મુજબ સ્પામાં અંધારી ઓરડીમાં મસાજ દરમિયાન વિદેશી યુવતીઓ વીઆઈપી ગ્રાહકોને મસાજ દરમિયાન ઉત્તેજીત કર્યા બાદ ‘‘સ્પેશ્યલ સર્વિસ’’ ઓફર કરતી હતી અને ગ્રાહકો તેની ઓફર સ્વીકારતા જ મસાજના ઓથા હેઠળ ગોરી ચામડીનો કાળો વેપાર થતો હતો.

પરેશ પટેલે એરપોર્ટ પર તાયફો કરેલો

થોડાક સમય અગાઉ તેના સ્પામાં ફરજ બજાવતી એક રશિયન યુવતી તેના વતનમાં પરત જતી હતી તે સમયે પરેશ પણ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયો હતો અને તેણે નશાની હાલતમાં એરપોર્ટ પર તાયફો મચાવી અન્ય મુસાફરો અને એરપોર્ટ સ્ટાફને હેરાન કરતા આ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

મસાજમાં નવી નવી યુવતીઓ મળતી

પરેશ પટેલ તેના સ્પામાં મોટાભાગે વિદેશી યુવતીઓને મસાજ માટે લાવતો હતો અને દરેક યુવતીઓને એક સ્પામાં આઠ દિવસ ફરજ બજાવ્યા બાદ અન્ય સ્પામાં બદલી કરતો હતો. દરમિયાન પરેશ પટેલના સ્પામાં આવતા ગ્રાહકોને દર વખતે અલગ અલગ વિદેશી યુવતીઓનો સંગાથ મળતો હોઈ ગ્રાહકો પણ નવી નવી વિદેશી યુવતીઓનો સંગાથ માણવા માટે તેના જ સ્પામાં અચુક જતા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution