25, જુલાઈ 2020
વડોદરા,તા.૨૪
મ.સ. યુનિ.ના તમામ કર્મચારીઓને કોવિડ-૧૯ વીમા યોજનામાં સમાવવા અને તમામને પીપીઈ કીટ આપવાની માંગ સાથે સેનેટ મેમ્બર કપિલ જોષીએ વાઇસ ચાન્સેલરને શુક્રવારે રજુઆત કરી હતી. તથા યુનિવર્સીટીમાં આવતા તમામ કર્મીઓનું સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવાની માંગ કરવામાં આવી હતી. મ.સ. યુનિ.નામાં કામ કરતા અનેક લોકો અત્યાર સુધી કોરોના પોઝિટિવ થઇ ચુક્યા છે. અને અનેક લોકોએ ક્વોરેન્ટાઇન થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તથા આર્કિયોલોજી અને કોમર્સ યુનિટ બિલ્ડીંગ ચોક્કસ સમય સુધી બંધ કરવાની ફરજ પડી હતી. દરમિયાન શુક્રવારે યુનિવર્સિટી સેનેટ મેમ્બર કપિલ જોષી દ્વારા કર્મીઓની સુરક્ષા મામલે યુનિ. વાઇસ ચાન્સેલરને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં યુનિ. કર્મીઓને પીપીઈ સંસાધનો આપવાની સાથે કોવિડ- ૧૯ વિશેષ વીમા પોલિસી કવચમાં સમાવવા માટેની રજુઆત કરી હતી.