બોડેલી

બોડેલી થી છોટાઉદેપુર સુધીમાં રોડ ઉપર બન્ને સાઈડ રેતી ના ઢગલા ના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે રેતીના ઢગલા ના કારણે અનેક વખત બાઇક સ્લીપ મારી જવાના પણ બનાવો બન્યા છે તંત્ર દ્વારા રોડ ઉપર બન્ને સાઈડ રેતી સાફ કરવામાં આવે તે ખુબજ જરૂરી બન્યું છે. ઓરસંગ નદી મધ્યપ્રદેશ માંથી નીકળી છોટાઉદેપુર જિલ્લા માંથી પસાર થાઈ છે. જેને લઈ જિલ્લા માં ઠેર ઠેર રેતી ની લિઝો આવેલી છે જેના કારણે મોટા પ્રમાણ માં રેતી ની હેરાફેરી થાઈ છે. ભારદારી વાહનોમાં રેતી ભરીને જતા હોવાથી આ વાહનોમાંથી મોટા પ્રમાણમાં રેતી નીચે પડે છે તેથી રોડની બન્ને તરફ રેતીના ઢગલા થઈ ગયા છે.કેટલીક વાર રાત્રીના સમયે સામે થી ફુલ લાઇટ મારીને આવતા વાહન ના કારણે પોતાનુ વાહન રસ્તાની બાજુમા ઉતારવાની પણ ફરજ પડે છે. જેથી ઘણી વાર રસ્તાની બાજુમા રેતીના ઢગલા ને લઈ પોતાનુ વાહન ઉતરી જતા બાઇક ચાલકો સ્લીપ મારી જવાના પણ બનવા પામ્યા છે. અને અનેકવાર બાઇક ચાલકોને નાની મોટી ઇજાઓ પણ થઈ છે.