માજી મેયર અને શહેર મહામંત્રીનું નકલી એકાઉન્ટ બનાવી રૂપિયાની માગ
26, માર્ચ 2021

વડોદરા, તા.૨૫

રાજકીય અગ્રણી હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયા ઉઘરાવવાના બનાવો વધતા જાય છે અને કેટલાક લોકો પકડાયા પણ છે. તેમ છતાં બીજા અનેક લોકો હજુ સક્રિય થયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, હાલમાં ચાલતી કોવિડ-૧૯ની મહામારીનું બહાનું આગળ ધરી તાત્કાલિક મદદના નામે માજી મેયરનું નકલી એકાઉન્ટ બનાવી મોટી મોટી રકમની માગ કરાતી હોવાનું બહાર આવ્યું છે.

ફેસબુક બાદ હવે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આવી માગ કરવામાં આવતાં માજી મેયર સુનીલ સોલંકીએ મેસેજ કરી બધાને સાવચેત કર્યા હતા.

ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનો જેટલો સદ્‌ઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ તેનો દુરુપયોગ થયાના અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના અનેક આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ તથા નેતાઓના ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ મારફતે લોકો પાસે રૂપિયા માગવામાં આવે છે. જાે કે આવા કિસ્સાઓમાં પોલીસે કેટલાક ભેજાબાજાેની ધરપકડ પણ કરી છે. પરંતુ ફોટાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ઠગવાના સિલસિલાનો કોઇ અંત આવતો દેખાતો નથી. ત્યારે શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીનું ફેક ઇન્ટાગ્રામ એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી

રહીં છે.

શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકી દ્વારા આજે તેમના ઓરિજનલ ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ લખવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે, કોઇએ પણ કોઇ પણ પ્રકારની લેવડ-દેવડ અથવા બીજા અશોભનીય મેસેજને સાચા માનવા નહિ. સોલંકીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકવામાં આવેલી તસવીર ભેજાબાજાે દ્વારા લઇ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જે ફેક એકાઉન્ટ મારફતે ભેજાબાજ લોકોને મેસેજ કરી રૂા.૨૫,૦૦૦ની માગણી કરી રહ્યો છે. રૂપિયા માગવા પાછળનું કારણ તે મેસેજમાં દર્શાવે છે કે, મારા એક મિત્રનું કોવિડ-૧૯માં અવસાન થયું છે, જેનો પરિવાર મુસીબતમાં છે, જેથી મદદ માટે રૂા.૨૫,૦૦૦ના ડોનેશનની જરૂર છે. આ રકમ તમે નેટ બેન્કિંગ અથવા ગૂગલ પે મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો અને આ રકમ હું તમને પરત પણ કરી દઇશ.

જાે કે, આ બાબત સોલંકીના ધ્યાને આવતાં તેમણે ત્વરિત પોતાના ફેસબુક એકાઉન્ટ પર લોકોને ચેતવા માટે એક પોસ્ટ શેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના પોલીસ કમિશનર, ધારાસભ્યો સહિત અનેકો લોકોના ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનારની ભેજાબાજની પોલીસે દિલ્હીથી ધરપકડ પણ કરી હતી. છતાંય આ ફેક એકાઉન્ટનો ટ્રેન્ડ અટકવાનું નામ નથી લઇ રહ્યો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution