વડોદરા, તા.૧૯

શહેરના દાંડિયા બજાર સ્થિત ફાયર બ્રિગેડનું મુખ્ય મથકનું બિલ્ડિંગ ચાર પાંચ વર્ષ પહેલાં તોડી નંખાયા બાદ સ્માર્ટ સિટીમાં મુખ્ય ફાયર સ્ટેશન જ નથી. હાલ ફાયર બ્રિગેડના જવાનો પતરાવાળા કેબિનમાં બેસીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે આધુનિક સુવિધા સાથેનું ફાયર સ્ટેશન બનાવવાની માગ કોંગ્રેસના મહિલા કાઉન્સિલર કરી હતી. જાે કે, મેયરે બદામડી બાગના એક ભાગમાં સર્વેની કામગીરી ચાલુ છે તેમ કહેતાં હવે શું આ બગીચો પૂરો કરી દેવાશે. આ સિવાય અનેક પ્લોટ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વડોદરા પાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, ચાર પાંચ વર્ષ પહેલાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડનું મુખ્ય મથકનું બિલ્ગિ તોડી પડાયા બાદ હજુ નવી જગ્યાએ તે બનાવવામાં આવ્યું નથી. ચાર વર્ષ થવા છતાં સેન્ટ્રલ ફાયર ઊભું કરી શકયા નથી. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં પૂર આવ્યું ત્યારે ફાયર બ્રિગેડના જવાનો પતરાવાળી હંગામી કેબિનમાં બેસીને કામ કરતા હતા અને આજે પણ તડકામાં શેડમાં બેસીને કામગીરી કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના સાધનો તડકામાં બહાર પડેલા હોય છે જેથી કેટલાક તો ખરાબ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જાે કે, મેયરે જણાવ્યું કે જગ્યા જાેઈ છે તેનો સર્વે ચાલુ છે. બદામડી બાગના એક ભાગમાં મુખ્ય ફાયર સ્ટેશન બની શકે તેમ છે. ત્યારે રાવતે જણાવ્યું કે બદામડી બાગના અડધા ભાગમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવું છે. તો શું બગીચો પૂરો કરી દેવાનો ગાર્ડન સિવાયના ઘણા પ્લોટ છે ત્યારે મેયરે કહ્યું કે સેન્ટર ઓફ સિટી પણ જાેવું પડે. જાે કે, ચાર પાંચ વર્ષથી શહેરમાં મુખ્ય ફાયર સ્ટેશન જ નથી, ત્યારે કયારે બને છે તે હવે જાેવાનું રહ્યું!