ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે છેલ્લા બે વષઁથી તળાવની પાળ(દિવાલ) ભાંગી પડી છે અને વરસાદનું પાણી એકત્ર કરવા માટે ગામમા અન્ય કોઇ સ્ત્રોત નહિ હોય જેથી તળાવની દિવાલનુ સમારકામ કરવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. જાણવા મળતી વિગતો અનુશાર ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે વષોઁ જુના તળાવમાં ગત વષેઁ વધુ વરસાદના લીધે જજઁરીત થયેલી તળાવની પાળ ભાંગી પડી હતી અને દિવાલના ગાબડુ પડવાથી તળાવમા પાણીનો સંગ્રહ રહિ શકતો નથી ત્યારે હાલ ઉનાળાની સિઝન પુણઁ થવાના આરે હોય અને વરસાદનું આગમન કોઇપણ સમયે થવાના એંધાણ હોવાથી જશાપર ગામે આવેલા આ તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતા પાણીની છલોછલ ભરાય છે જે આશરે એક વષઁ સુધી ચાલે છે જેના લીધે ગ્રામજનોને પાણીની તંગી સજાઁતા નથી પરંતુ હાલ તળાવની દિવાલના ગાબડુ હોવાથી પાણીનો સંગ્રહ થઇ શકતો ન હોવાના લીધે પાણી વરસાદી પાણી વેડફાઇ જાય તેવી સ્થિતી હોય જેને ધ્યાને લઇ ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા તળાવની પાળ બાંધવા અથવા તો તેનુ સમારકામ થાય તેવી તંત્ર પાસે માંગ કરાઇ છે.