વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમનો મોકટેસ્ટ છે. પરંતુ વિદ્યાર્થીઓને આઈડી પાસવર્ડ પહોંચાડવામાં આવ્યા નથી, જે વહેલીતકે પહોંચાડવાની માગ સાથે એજીએસજીએ કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એક દિવસ છોડીને જ ટીવાય બીકોમનો મોકટેસ્ટ છે અને હજુ સુધી વિદ્યાર્થીઓ પાસે આઈડી અને પાસવર્ડ પહોંચાડવામાં આવ્યા નથી, જે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓ સુધી આઈડી પાસવર્ડ પહોંચાડવામાં આવે તેમજ મોકટેસ્ટ અને એક્ઝામ કેવી રીતે આપવાની તેનો એક વીડિયો બહાર પાડવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ પોતાનો મોકટેસ્ટ અને એક્ઝામ શાંતિપૂર્વક આપી શકે. હજુ સુધી તેની કોઈ પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. તો વહેલામાં વહેલી તકે તે બહાર પાડવામાં આવે અને ઘણાં વિદ્યાર્થીઓ પોતાનો નંબર ઈ-મેલ આઈડી અપડેટ કર્યું છે તો પણ પોર્ટલ પર નંબર કે ઈ-મેલ આઈડી અપડેટ બતાવવામાં આવતું નથી જેથી ત્વરિત આ અંગે કાર્યવાહી કરવાની માગ કરી છે.