નસવાડી,તા.૮

છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી મામલે આજરોજ આદિવાસી આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવા તેમજ એસ.આઈ.ટીની સત્તામાં વધારો કરી તમામ પ્રાયોજના કચેરીમાં તપાસ કરવાની માગ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લા પ્રાયોજના કચેરી દ્વારા નકલી કચેરી અસલી કૌભાંડ મળે દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, પ્રાયોજના કચેરીમાં કર્મચારી તેમજ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, આ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ ૭ જણાની ધરપકડ કરી લીધી છે, અને હજુ વધુ નામો ખૂલે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે. આજરોજ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લા રાઠવા એસોસિએશન - વડોદરા દ્વારા છોટા ઉદેપુર અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે સુખરામ રાઠવાએ કેટલાક સવાલો ઉભા કર્યા. અને કેટલીક માંગણીઓ પણ કરી છે. સરકારની નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી કામો, તમારા બધાના માધ્યમથી ને અમારા બધા મિત્રોના ઉજાગર થી આ કામો બહાર આવ્યા છે. હવે જ્યારે સરકાર એસ.આઈ.ટીની રચના કરીને તપાસ કરી રહી છે. ત્યારે એને વાઈડ પાવર આપવામાં આવે, વાઈડ પાવર કરીને માત્ર છોટા ઉદેપુર પ્રાયોજના વિસ્તાર નહિં, પણ રાજ્યના જેટલા પ્રાયોજના વિસ્તાર છે આ તમામ જગ્યાએ આવા કામો થયા હોવાની શંકા ઉદભવી રહી છે. એની પાછળનું કારણ છે કે પ્રાયોજના વહીવટદાર કક્ષાએ જે કુલ બજેટ હોય છે. એની ૫ % રકમ જેટલી એમને પોતે નક્કી કરતા હોય છે. ક્યા કામો લેવા તે અને એમાં શક્ય છે કે કંઈક ને કંઇક ભોપાળું બહાર આવે. એની તપાસ થવી જરૂરી છે.