વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપવાની માગણી
08, જુન 2021

વડોદરા : વડોદરાના હરણી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપવાની માગ સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન સહિત ચાર વિવિધ સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સ્માર્ટ સિટી વડોદરામાં હવે આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનવા પ્રયાસ શરૂ કરાયા છે. થોડા સમય પૂર્વે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેને કેન્દ્ર સરકારની અનુમતિ સાથે મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નામ આપવામાં આવે તેવી શહેરના વિવિધ ચાર સંગઠનો જેમાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન, શિવસેના, વડોદરા શહેર, મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા એનસીપી દ્વારા સંયુક્ત રીતે એકત્રિત થઇ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્ર બાદ જણાવ્યું હતું કે, સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજી હોસ્પિટલ, સયાજીબાગ, ન્યાયમંદિર જેવી અનેક ઐતિહાસિક ધરોહર વડોદરાને આપી છે ત્યારે તેમના પ્રત્યે આપણી ફરજ નિભાવવાનો અવસર મળ્યો છે. જાે શહેરીજનોની માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે તેમ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution