વડોદરા, તા.૨૯ 

કામદારોને તા.૭મી નવેમ્બર પહેલાં પગાર, બોનસ અને ઓવર ટાઈમના નાણાં ચૂકવવાની માગ સાથે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિએ આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં આવેલ ઉપરોક્ત વિવિધ ઔદ્યોગિક એકમોમાં ફરજ બજાવતા કામદાર-કર્મચારીઓને ૧૦ તારીખ બાદ કોન્ટ્રાકટર અને કંપનીઓ પગારની ચૂકવણી વિલંબથી કરે છે. કેટલીક કંપનીઓ સમયસર પગાર ચૂકવે છે અને તમામ કંપનીઓ અને કોન્ટ્રાકટર દ્વારા દરેક કામદાર-કર્મચારીઓને ચેક બેન્કમાં જમા કરાવે છે. જાે ચેક બેન્કમાં વિલંબથી જમા કરાવે તો બેન્કમાંથી કામદારના ખાતામાં નાણાં મોડા જમા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને સમયસર પગાર ખાતામાં જમા ન થવાથી હાલની વધતી જતી મોંઘવારીમાં વધારાનો ખર્ચ કરવો અત્યંત કઠિન છે. વધુમાં અમોને મળેલ માહિતી પ્રમાણે કોરોના મહામારી દરમિયાનના સમય દરમિયાન પણ પગારમાં કપાત કરેલ છે અને આર્થિક મંદીના નામે વિવિધ વિસ્તારમાંથી માહિતી મળેલ છે કે ઓકટોબર, ર૦ર૦ના માસનો પગાર ઘણી કંપનીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા સમયસર એટલે કે તા.૭-૧૧-૨૦૨૦ સુધીમાં ચૂકવી આપવા માગ કરી છે.